<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સુરત શહેરમાં પૂર અસરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ત્રણ મામલતદારોની ફાળવણી કરી

ગાંધીનગર અને અમદાવાદથી ત્રણ મામલતદારોને સુરત જિલ્લા કલેકટર હસ્તક ફાળવણી કરતા તેઓએ સુરત ખાતે આવીને ચાર્જ પણ સંભાળી લીધો

સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોનો ઝડપી સર્વે પૂર્ણ કરીને સહાય આપી શકાય તે માટે રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગાંધીનગર અને અમદાવાદથી ત્રણ મામલતદારોને સુરત જિલ્લા કલેકટર હસ્તક ફાળવણી કરી છે. તેઓએ સુરત ખાતે આવીને ચાર્જ પણ સંભાળી લીધો છે.
  અમદાવાદના સ્પીપામાં ફરજ બજાવતા મામલદાર સુનીલ જી.મહેતાને ઉધના ખાતે, ગાંધીનગર આર.આઈ.સી.ના કમલેશ ખરાડીને પુણા માટે અને સેટલમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા મામલતદાર ધવલ પરમારને મજુરા તાલુકા વિસ્તારની કામગીરી સંભાળી લીધી છે.

(7:23 PM IST)