<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો: 17 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો:રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ:વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ

અમદાવાદ :રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો છે. વહેલી સવારે ઠંડા પવન અને નીચા તાપમાનને કારણે નાગરિકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 17 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જોકે, હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનના આ બદલાતા મિજાજ વચ્ચે નાગરિકોને હજુ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે. હવામાનના અનુમાન મુજબ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે અને તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. त्यामुळे આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ શકે છે.

(1:26 PM IST)