News of Saturday, 12th September 2026
સ્ટેટ મોનીટરીંગ સેલની વડોદરામાં મોટી કાર્યવાહી: કપુરાઇ વિસ્તારમાંથી રૂપિયા ૮.૪૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે દરોડો: ૨૨૦૮ બાટલી, બે વાહનો અને મોબાઇલ મળી કુલ ૧૭.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત : ૧ પકડાયો ૮ ફરાર

વડોદરા, તા. ૧૨ : ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ.મલિકે રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને કામગીરી સોંપવામાં આવી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ નિરીક્ષક વાય.જે.રાઠોડ નાઓએ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના ખુલ્લા મેદાન પાસે, વડોદરા શહેર ખાતે દરોડો કરી ભારતીય બનાવટના પરદેશી દારૂ અને બીયરની પેટી નંગ-૬ (આશરે), બાટલી નંગ- ૨૨૦૮, કિંમત રૂપિયા ૮,૪૭,૬૨૦/- તથા વાહન નંગ-૦૨, દૂરભાષ યંત્ર નંગ-૦૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧૭,૦૭,૬૨૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
આ દરોડા દરમિયાન નીચે જણાવેલ પકડાયેલ ૦૧ તથા ફરાર ૦૮ મળી કુલ ૦૯ આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક ખાતે ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૬૧૧/૨૦૨૬, નશાબંધી કાયદા કલમ- ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તથા ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબનો ગુનો તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ દાખલ કરાવેલ છે.
પકડાયેલ આરોપી નિખીલ ભરતભાઈ તડવી રહે. વઘેલી, તા. તિલકવાડા, જિ. નર્મદા. ફરાર આરોપીઓ વિપુલભાઈ રમેશભાઈ પંચાલ રહે. કૃષ્ણનગર, ધાધરેટીયા ગામ, સોમાતળાવ, વડોદરા શહેર.સંદિપ ઉર્ફે પુઠો પુઠો રાજુભાઈ રાજપુત રહે. બાબુભાઈની ચાલી, ડભોઈ રોડ, વડોદરા. ભાવેશ ચંદ્રકાંત રાજપુત રહે. બી-૧૦૭, વેદાંત રેસીડન્સી, સોમાતળાવ, વડોદરા આશીષ હસમુખભાઈ બારિયા રહે. કૃષ્ણનગર, ધાધરેટીયા ગામ, સોમાતળાવ, વડોદરા શહેરઆતિષ વિનોદભાઈ ઠાકોર રહે. જયનારાયણ નગર, ડભોઈ રોડ, વડોદરાપકડાયેલ વાહનોના માલિક તથા દારૂ સપ્લાય કરનાર સહિત ૦૩ આરોપીઓ છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
