<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણને લઈને રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ

કેટલાક લેભાગુ વેપારીઓ સસ્તા ભાવે ફ્રોઝન ડેઝર્ટની ખરીદી કરીને તેનું આઈસ્ક્રીમના નામે ઊંચા ભાવે કરે છે વેચાણ

અમદાવાદ :રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણને લઈને આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવાનો અને ખરીદી દરમિયાન જાગૃત કરવાનો છે. સામાન્ય રીતે આઈસ્ક્રીમ દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટમાંથી તૈયાર કરવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિજન્ય ચરબી એટલે કે વેજિટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. 

 જોકે, કેટલાક લેભાગુ વેપારીઓ સસ્તા ભાવે ફ્રોઝન ડેઝર્ટની ખરીદી કરીને તેનું વેચાણ આઈસ્ક્રીમના નામે ઊંચા ભાવે કરતા હોવાની બાબતો સામે આવી છે. આવી ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

(12:13 PM IST)