<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: કોચની બારીનો કાચ ફૂટ્યો

સચિન રેલવે સ્ટેશન નજીક સુરતથી નવસારી તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંક્યો

સુરત નજીક ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે સચિન રેલવે સ્ટેશન નજીક સુરતથી નવસારી તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંક્યો હતો. પથ્થર ટ્રેનના કોચની બારીના કાચ પર વાગતાં કાચ તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ અને RPFની ટીમે તપાસ શરૂ કરી છે. જોકે, હજુ સુધી પથ્થર ફેંકનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. વારંવાર વંદે ભારત ટ્રેનને જ નિશાન બનાવી પથ્થરમારાની ઘટનાઓ કેમ બની રહી છે તે મોટો સવાલ છે. આવી ઘટનાઓથી મુસાફરોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી રહી છે.

(12:20 PM IST)