<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો જમાવડો : રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી : ઉકેલની માંગણી

વિપક્ષે પણ રખડતા ઢોરો અંગે સવાલ ઉઠાવતા એક મહિલાનું મોત પણ થયુ હોવાનું સત્તા પક્ષને યાદ અપાવ્યુ.

નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે..ખાસ કરીને નવસારી રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલા નવા ઓવરબ્રિજ પાસે રાત્રિના સમયે રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવાની દહેશત વર્તાઈ રહી છે.. મહાનગરપાલિકા દર વર્ષે કાયદા બનાવવાની વાતો કરે છે. પોતાના બચાવ માટે પરિપત્ર બહાર પાડી દે છે પરંતુ અત્યાર સુધી નક્કર કામગીરી થઈ શકી નથી. જેના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે વિપક્ષે પણ સવાલ ઉઠાવતા એક મહિલાનું મોત પણ થયુ હોવાનું સત્તા પક્ષને યાદ અપાવ્યું હતું 

(11:13 PM IST)