<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગાંધીનગરમાં સ્પા અને મસાજ પાર્લરોમાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા એક કડક જાહેરનામું બહાર પાડ્યું

વિદેશી કર્મચારીઓના પાસપોર્ટ અને વીઝાની નકલ સબમિટ કરવી ફરજિયાત:સ્પા માટે રજીસ્ટ્રેશન અને જીએસટી (GST) નંબર મેળવવો પણ અનિવાર્ય કરી દેવાયો

ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં કાર્યરત સ્પા અને મસાજ પાર્લરોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા આદેશ અનુસાર, તમામ સ્પા સંચાલકોએ તેમના કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવવી પડશે. ખાસ કરીને વિદેશી કર્મચારીઓના પાસપોર્ટ અને વીઝાની નકલ સબમિટ કરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, સંચાલકોએ પોતાના જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે તેમજ સ્પા માટે રજીસ્ટ્રેશન અને જીએસટી (GST) નંબર મેળવવો પણ અનિવાર્ય કરી દેવાયો છે.

(10:27 PM IST)