<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ચિત્ર સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય કક્ષાએ સફળતાના ‘રંગો'પૂરતા હીરામણિ શાળાના વિદ્યાર્થીઓ

 

રાજકોટઃ અમદાવાદની  હીરામણિસ્‍કૂલના વિદ્યાર્થીઓએ કેમલ આર્ટ કોન્‍ટેસ્‍ટની રાષ્‍ટ્રીય કક્ષાની ચિત્ર સ્‍પર્ધામાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને શાળા તેમજ રાજ્‍યનું ગૌરવ વધાર્યું છે. હીરામણિ સ્‍કૂલના ૧૪ વિદ્યાર્થીઓએ રાજ્‍યકક્ષાએ સફળતા મેળવી હતી, જ્‍યારે રાષ્‍ટ્રીય કક્ષાએ ૭ વિદ્યાર્થીઓએ વિજેતા ઝળહળતી સફળતા પ્રાપ્‍ત કરી છે.ધ્‍યાન ભરતભાઈ પટેલ (ધોરણ-૩) ગ્રુપ સી વિભાગમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાની ગ્રાન્‍ટ ફિનાલે અને ઝોનલ લેવલે એમ બંન્નેમાં પ્રથમ ઈનામ પ્રાપ્‍ત કર્યું હતું. રાજ્‍યકક્ષાએ આરૂષ શંકરવાર (ધો.૧)માં પ્રથમ અને ઈશા કોલડીયા (ધો.૯) એ દ્વિતીય ઈનામ  પ્રાપ્‍ત  કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં હીરામણિ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ રાજ્‍ય અને રાષ્‍ટ્રીય કક્ષાએ એક સાથે ૨૧ ટ્રોફી અને સર્ટીપાપ્ત કરનારી સમગ્ર દેશમાં એકમાત્ર શાળા બની છે સ્‍કૂલ અને રાજ્‍યનું ગૌરવ વધાર્યું છે. સિધ્‍ધિઓ મેળવવા બદલ જનસહાયક ટ્રસ્‍ટનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી વરૂણ અમીન, શાળાનાં સી.ઈ.ઓ. ભગવત અમીન, સ્‍કૂલનાં આચાર્યો, તમામ ચિત્ર શિક્ષકો સહિત સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્‍યા હતાં.

(2:18 PM IST)