<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો :ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

અચાનક વરસાદ શરૂ થતાં નોકરિયાત લોકો અને વાહનચાલકો અટવાયા:કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ

વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થતાં નોકરિયાત લોકો અને વાહનચાલકો અટવાયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. લાંબા સમય બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(7:17 PM IST)