<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

પાટણમાં રમેલ કાર્યક્રમમાં માતાજીના પવન સાથે ધૂણી રહેલા ભૂવાજીનું અચાનક મોત

હોસાપુર ગામમાં બારોટ સમાજ દ્વારા માતાજીની રમેલના કાર્યક્રમ દરમિયાન હારીજના અડિયા ગામના ભૂવાજી અમરતભાઈ જાદવ ધૂણી રહ્યા હતા ત્યારે અચાનક મોત થતા લોકોમાં શોકની લાગણી

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના હોસાપુર ગામમાં માતાજીની રમેલના કાર્યક્રમ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. રાત્રિના સમયે યોજાયેલા રમેલ કાર્યક્રમમાં માતાજીના પવન સાથે ધૂણી રહેલા ભૂવાજીનું અચાનક મોત થતાં ઉપસ્થિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, હોસાપુર ગામમાં બારોટ સમાજ દ્વારા માતાજીની રમેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હારીજ તાલુકાના અડિયા ગામના ભૂવાજી અમરતભાઈ અમથાભાઈ જાદવ માતાજીના પવન સાથે ધૂણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

રાત્રિના સમયે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં રમેલ કાર્યક્રમ દરમિયાન ભૂવાજી ધૂણતા જોવા મળે છે. જોકે, કાર્યક્રમ દરમિયાન જ તેમનું મોત થતાં ઉપસ્થિત લોકોમાં ભારે શોક છવાઈ ગયો હતો. ધાર્મિક પ્રસંગમાં બનેલી આ દુઃખદ ઘટનાથી બારોટ સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે

મૃતક અમરતભાઈ અમથાભાઈ જાદવ હારીજ તાલુકાના અડિયા ગામના રહેવાસી હતા. તેમના અચાનક નિધનના સમાચાર મળતાં પરિવારજનો અને સમાજના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. રમેલ જેવા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

(11:30 PM IST)