<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

હાહાકાર મચાવનાર મન્‍યા ડુક્કર ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્‍ચનું મેગા ઓપરેશન...

ગુજરાતભરમાં ચકચારી સુરતના જય દલાલ મર્ડર કેસ, સહીત સંખ્‍યાબંધ અપરાધો જેના નામ પર પોકારે છૅ તેવી કુવિખ્‍યાત ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી.... : ૨ પિસ્‍તોલ, કારતૂસો સાથે ૩ ગેંગ સ્‍ટરોને સીપી વાંબાગ જમીર, એડી. સીપી કારણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્‍વ હેઠળની ટીમના પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ. એન પરમાર અને PI આર. આઈ. જાડેજા સ્‍ટાફની એસીપી કિરણ મોદીના સંકલનમાં કાબિલેદાદ કામગીરી....

રાજકોટ, તા.૯: સુરતના ગુજરાત ભરમાં ચકચારી બનેલ જય દલાલ મર્ડર સહીત સંખ્‍યાબન્‍ધ અપરાધો જેમના નામ પર બોલે છૅ તેવી કુ વિખ્‍યાત સાગર સોનવણે ઉફૅ મન્‍યા ડુક્કર ગેંગના ગેંગ સ્‍ટરોને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્‍ચને પોલિસ કમિ‘ર વાંબાગ જમીર, અને એડી. સીપી કરણ રાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વમાં પોલિસ ઇન્‍સપેકટર એસ. એન. પરમાર અને પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર આર. આઈ જાડેજા અને બન્ને ટીમને મોટી સફળતા મળી છૅ.

વિગતઃ તા.૦૮/૦૯/૨૦૨૬ ના રોજ સુરત સિટી ક્રાઈમ બ્રાન્‍ચે ઉધનાના ચકચારી ‘જય દલાલ' મર્ડર કેસના મુખ્‍ય આરોપી સાગર ઉર્ફે મન્‍યા ડુક્કર ગેંગના ૩ સાગરીતોને પિસ્‍ટલ, મેગેઝીન અને કારતુસ સાથે ઝડપી પાડ્‍યા છે.

પકડાયેલ આરોપીઓઃ (૧) જીતેશ S/O જ્ઞાનેન્‍દ્ર સોનવણે, ઉ.વ.૧૮, રહે. સાઈદર્શન સોસાયટી, ડિંડોલી (૨) ગણેશ ઉર્ફે બટકા S/O બાપુભાઈ કોળી, ઉ.વ.૨૪, રહે. આર.ડી. નગર, નવાગામ, ડિંડોલી (૩) રાજ S/O આધાર વળવી, ઉ.વ.૨૪, રહે. મહાદેવનગર, ડિંડોલી ગત તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ ઉધના પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૭૧૬૧૦૩૯/૨૦૨૬ (BNS કલમ ૧૦૩(૧), ૩૫૧(૩), ૩૫૨) માં જય દલાલની હત્‍યા કરવામાં આવી હતી. આ ગુનાના મુખ્‍ય સૂત્રધાર કુખ્‍યાત સાગર ઉર્ફે મન્‍યા ડુક્કરની સઘન પૂછપરછમાં તેના સાગરીતો પાસે ગેરકાયદે હથિયારો હોવાની કબૂલાત મળી હતી.

કબજે કરેલ મુદ્દામાલઃ જીતેશ પાસેથી ૧ ભારતીય બનાવટની પિસ્‍ટલ અને ૫ જીવતા કારતુસ, ગણેશ પાસેથી ૧ દેશી પિસ્‍ટલ કિં.રૂ.૩૫,૦૦૦, ૨ ખાલી મેગેઝીન અને ૧ કાર્ટિજ, અને રાજ પાસેથી ૧ દેશી પિસ્‍ટલ કિં.રૂ.૩૫,૦૦૦ અને ૧ મેગેઝીન મળી કુલ ૩ પિસ્‍ટલ કબજે કરી DCB પોલીસ સ્‍ટેશનમાં અલગ-અલગ આર્મ્‍સ એક્‍ટના ગુના નોંધવામાં આવ્‍યા છે.

વધુમાં તા.૧૮/૦૮/૨૦૨૬ ના રોજ મન્‍યા ડુક્કર ગેંગે લિંબાયત દ્વારકેશ નગરમાં બાંધકામ સાઈડ પર જઈ કોન્‍ટ્રાક્‍ટર પાસે રૂ.૧૫ લાખની ખંડણી માંગી રૂ.૧૦,૦૦૦ પડાવી લીધા હતા, જે અંગે લિંબાયત પો.સ્‍ટે.માં ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૫૨૬૪૦૪૧/૨૦૨૬ નોંધાયો છે.

ગુનાહિત ઇતિહાસઃ મુખ્‍ય આરોપી સાગર ઉર્ફે મન્‍યા ડુક્કર અગાઉ બે વખત ગુજસીટોકમાં પકડાયેલ છે અને તેના વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી સહિત ૨૧ થી વધુ ગુના છે. તેનો સાથી જયેશ ઉર્ફે બારકુ વાઘ હાલ લાજપોર જેલમાં છે અને તેના વિરુદ્ધ ૩૫ થી વધુ ગુના નોંધાયેલા છે

(11:30 AM IST)