News of Sunday, 31st May 2026
સુરત જિલ્લા ટાસ્ક ફોર્સે વરાછામાં દરોડો પાડી 14 બાળ શ્રમિકોને છોડાવ્યા
૬ તરૂણ, ૪ તરૂણી અને ૪ બાળમજુરી કરતા બાળકોને મુકત કરાવ્યા

સુરતઃ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે 30 મેના રોજ શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ, ફેક્ટરી નિરીક્ષક, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ 1098 ચાઇલ્ડ લાઇન, AHTU, શી ટીમ, અન્ય વિભાગો સાથે મળીને વરાછા વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ હોટ ફિક્સિંગના ખાતાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકીંગ દરમિયાન તમામ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 6 તરુણ અને 4 બાળમજૂર બાળકો, 4 તરુણ બાળાઓ મળી કુલ 14 બાળકો કામ કરતા મળી આવ્યા હતા. તમામ બાળકો રાજસ્થાન તથા બિહારના નિવાસી હતા. આ બાળકોની ઉંમર 10 થી 17 વર્ષની આસપાસ અને છોકરીઓની ઉંમર 14-18 વર્ષની હતી.
તેઓ છેલ્લા એક- બે મહિનાથી કામ કરી રહ્યા હતા. તેઓ સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરતા હતા. બપોરે 1 થી 2 વાગ્યા સુધી 1 કલાકની રિસેસ મળતી હતી. તમામ બાળકોને મહિને રૂ.5 હજારથી 10 હજાર સુધીનું મહેનતાણું મળતું હતું. બાળકો પાસેથી ઉંમરનો કોઈ દસ્તાવેજ મળી આવ્યો ન હતો.
કોઈ પુરાવા ઉપલબ્ધ ન હોવાથી તમામ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવવામાં આવ્યા હતા. આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી દીકરીઓને વી. આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ કતારગામ અને છોકરીઓને ચિલ્ડ્રન હોમગર્લ્સ રાંદેરમાં રાખવામાં આવ્યા છે. બાળકોના પુરાવાઓ મળ્યા બાદ તમામ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
