<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

સુરત મનપાના ફુડ વિભાગની ભેળસેળિયાઓ સામે લાલ આંખ: અંદાજે 460 કિલો શંકાસ્પદ ખોરાકનો જથ્થો જપ્ત

સઘન ચેકિંગ દરમિયાન કુલ 180 સેમ્પલ્સ લેવાયા :અલગ-અલગ વિસ્તારોમાં ફુડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ

સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગે ભેળસેળિયાઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા મનપા દ્વારા સઘન ચેકિંગ  હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ઘી, દૂધ, માવો સહિતની ખાદ્ય વસ્તુઓ પર તંત્રની બાજ નજર છે. તહેવારોમાં લોકોની થાળીમાં શુદ્ધ અને સુરક્ષિત ખોરાક પહોંચે તે માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફુડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 180 સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ તપાસ દરમિયાન જ તંત્રને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો. મનપાની ટીમે અંદાજે 460 કિલો શંકાસ્પદ ખોરાકનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તહેવારોમાં વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં તો નથી થઈ રહ્યા ને? શું સુરતના બજારમાં વેચાતી ખાદ્ય વસ્તુઓ ખરેખર સુરક્ષિત છે?

(7:24 PM IST)