<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

૨૧ વર્ષથી વોન્‍ટેડ મૂળ યુપીના અપરાધીને સુરત PCB એ મહારાષ્‍ટ્રથી ખાસ ઓપરેશનમાં ઝડપી લીધો

નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમઃ સીપી અનુપમસિંહ ગેહલોતનું અભિયાન પોતાના જ રેકોર્ડબ્રેક કરી રહ્યું છેઃ અકિલા સમક્ષ વિશેષ મિશનનું વિશેષ સુકાની પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.એસ સુવેરા વર્ણવે છે PSI એસ આર પટેલ તથા કાર્યદક્ષ સ્‍ટાફ હસમુખભાઈ, અશોકભાઈ લૂણીની બાતમી ફરી રંગ લાવી, મિશન સક્‍સેસ સંદેશની આતુરતાથી રાહ જોતા સીપી દ્વારા આખી ટીમની પીઠ થાબડી

રાજકોટ તા.૧૫: નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમ, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા લોકોના અને પોલીસ સ્‍ટાફના ભરપૂર સહકારથી રેકોર્ડ બ્રેક રીતે ચાલતા અભિયાનમાં સુરત PCB બ્રાન્‍ચને વધુ એક મોટી સફળતા મળી હોવાનું પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ અભિયાનનું નેતળત્‍વ સાંભળતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

મૂળ ઉતરપ્રદેશના વતની એવા વિનયને ટેકનિકલ સર્વેલેન્‍સ અને બાતમીદાર નેટવર્ક  અંતર્ગત પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એસ આર. પટેલ ટીમના ASI હસમુખભાઈ, અશોકભાઈ લુણીને માહિતી મળેલ, જે સંદર્ભે પોલીસ કમિશનર પ્રાથમિક ખરાઈ કરી અમારી ટીમના હસમુખભાઈ મોહનભાઈ, અશોકભાઈ લાભુભાઈ વિગેરેની  ટીમ સ્‍પેશ્‍યલ મિશન માટે મોકલતા ૨૧ વર્ષથી ફરાર આરોપી ઝડપી લીધેલ છે. બીજા શબ્‍દોમાં અમારી ટીમને વધુ એક જ્‍વલંત અને રેકોર્ડબ્રેક  સફળતા મળી છે.

જે મજકુર પકડાયેલ ઇસમની પુછપરછ કરતા સને ૨૦૦૫ પકડાયેલ આરોપી તથા તેના મિત્ર નામે અમીતસિંહ પરીહાર નાઓને વરાછા પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનામાં પકડેલ હોય અને તેઓને પુછપરછ માટે લોકઅપ રૂમની બાજુના રૂમમાં રાખેલ હોય અને જે તે સમયે ત્‍યાં કોઇ પોલીસ હાજર ન હોય જેથી તે રૂમની બારીની ગ્રીલ ઉપર ચાદર બાંધી બારીમાંથી ભાગી ગયેલ હોવાની હકીકત જણાવેલ જે ગુનામાં તેને વોન્‍ટેડ બતાવેલ હોવાની હકીકત જણાવેલ

(12:07 PM IST)