<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

અતિભારે વરસાદથી સુરત ટેક્‍સટાઇલ માર્કેટને ૨૦૦-૨૫૦ કરોડનું નુકસાન

બજારને પુનઃસ્‍થાપિત થવામાં ૧૦-૧૫ દિવસ લાગશે : બેસમેન્‍ટમાં પાણી ભરાઈ જતાં સાડી, ડ્રેસ મટીરિયલ અને તૈયાર ગારમેન્‍ટ્‍સનો કરોડોનો સ્‍ટોક નાશ પામ્‍યો છે. અંદાજે ૨૦૦ થી ૨૫૦ કરોડનું નુકસાન

સુરત તા.૧૧: સુરત શહેરમાં બે દિવસ મેઘરાજાએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરતાં સમગ્ર જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું હતું. અણધાર્યા અને અતિભારે વરસાદના કારણે સુરતનું પ્રખ્‍યાત અને એશિયાના સૌથી મોટા ગણાતા આ ટેક્‍સટાઇલ માર્કેટના વેપારીઓની કમર તોડી નાખી છે. ખાસ કરીને માર્કેટના ભોંયરા (બેસમેન્‍ટ)માં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જવાથી કરોડો રૂપિયાનો કાપડનો સ્‍ટોક નાશ પામ્‍યો છે. વેપારીઓમાં ચિતાનો માહોલ ચોક્કસથી છે, પરંતુ તેઓ આવનારી સિઝનને લઈને તૈયારીઓ કરી રહ્યા છે.

આ ગંભીર પરિસ્‍થિતિ અંગે શંકર માર્કેટના અગ્રણી વેપારી અને જ્‍બ્‍લ્‍વ્‍ખ્‍ ના પૂર્વ ડાયરેક્‍ટર જગદીશભાઈ કોઠારીએ ચિતા વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, સુરતમાં અચાનક જે વરસાદ પડ્‍યો, તેના કારણે કાપડના વેપારીઓને અકલ્‍પનીય મુશ્‍કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ એટલો અચાનક અને ઝડપી આવ્‍યો કે લોઅર ગ્રાઉન્‍ડ બેસમેન્‍ટમાં દુકાન ધરાવતા વેપારીઓને સંભાળવાની કે સાવચેત થવાની કોઈ તક જ ન મળી. પાણી ખૂબ જ ઝડપથી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓ પોતાનો કીમતી માલ ઉપરના માળે લાવી શક્‍યા નહોતા કે અન્‍ય કોઈ સલામત સ્‍થળે ટ્રાન્‍સફર પણ ન કરી શક્‍યા હતા.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાનનો ચોક્કસ આંકડો અત્‍યારે લગાવવો મુશ્‍કેલ છે, પરંતુ અંદાજે ૨૦૦ થી ૨૫૦ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન આ વરસાદના કારણે વેપારીઓને વેઠવું પડ્‍યું છે. બજારના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ વખતે આગામી તહેવારોને ધ્‍યાનમાં રાખીને સાડીઓનો સ્‍ટોક સૌથી વધારે હતો. આ ઉપરાંત ડ્રેસ મટીરિયલ્‍સ અને તૈયાર ગારમેન્‍ટ્‍સનો જથ્‍થો પણ મોટા પ્રમાણમાં ભોંયરામાં રાખવામાં આવ્‍યો હતો. જે વેપારીઓ સમયસર સાવચેત ન થઈ શક્‍યા, તેમની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હવે આ કચવાટ અને નુકસાનમાંથી બહાર આવીને બજારની સ્‍થિતિ પાછી થાળે પડતાં પડતાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ દિવસનો સમય લાગી જશે.

ભારે નુકસાન અને તબાહીની આ ઘડી વચ્‍ચે પણ વેપારીઓએ હિમત હારી નથી. કાપડ બજારમાં આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈને આશાવાદનો માહોલ જોવા મળી રહ્યો છે. જગદીશભાઈ કોઠારીના જણાવ્‍યા મુજબ, ભલે અત્‍યારે મોટું નુકસાન થયું છે, પરંતુ લોકોએ આગળ આવતા તહેવારો જેવા કે તીજ, જન્‍માષ્ટમી અને દિવાળી માટે અત્‍યારથી જ પૂર્વ આયોજન કરીને પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ આયોજનને જોતાં દરેક વેપારીને આશા છે કે આગળના દિવસોમાં બજારમાં ખૂબ સારો વેપાર નીકળશે.

ઉલ્‍લેખનીય છે કે હવે પછીના દિવસોમાં રક્ષાબંધન, જન્‍માષ્ટમી, નવરાત્રી અને છેલ્‍લે દિવાળી જેવા મોટા તહેવારો એક પછી એક આવી રહ્યા છે. આ સળંગ ત્રણ મહિના કાપડ બજાર માટે કમાણીની મુખ્‍ય સીઝન ગણાય છે. જો તહેવારો દરમિયાન માર્કેટમાં ગ્રાહકીનો ફલો ધાર્યા મુજબ સારો રહેશે, તો દરેક તહેવાર દીઠ સુરતના કાપડ વેપારીઓને ૨૦૦ થી ૨૫૦ કરોડ રૂપિયાનો વેપાર મળી શકે છે, જે આ વરસાદી નુકસાનની ભરપાઈ કરવામાં ઘણી મોટી મદદ કરશે.

(10:24 AM IST)