News of Monday, 27th April 2026
સુરતના વોર્ડ નં. ૨૧ના ભાજપના યુવા ઉમેદવાર વ્રજેશ ઉનડકટે કર્યું મતદાન
પૂર્વ કોર્પોરેટર ઉનડકટ સાથે હિરેન સોઢા, હિરેન લહેરુ સહિતના સાથીઓ ઉપસ્થિત

રાજકોટ તા.૨૭: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨૧ના ભાજપના દિગ્ગજ યુવા ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર શ્રી વ્રજેશ ઉનડકટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કર્યા બાદ વ્રજેશ ઉનડકટે શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ. આપનો એક મત શહેરના વિકાસની દિશા નક્કી કરે છે. મજબૂત સ્થાનિક સ્વરાજ્ય માટે સૌ મતદાન કરવા જાય.
આ પ્રસંગે તેમની સાથે હિરેન સોઢા, હિરેન લહેરુ સહિતના સાથીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૨૧માં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
