<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

અમદાવાદ એરપોર્ટ પરથી ₹2 કરોડનો શંકાસ્પદ ગાંજો જપ્ત: યુપીથી 2.1 કિલો જથ્થો લાવનાર પેડલરને ઝડપી લેવાયો

ને ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલર તેમજ તેને એરપોર્ટ પર રિસીવ કરવા આવેલા તેના સાગરીત એમ બંને શખ્સોની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરક્ષા એજન્સીઓએ સાત વેક્યુમ પેકેટ્સમાં છુપાવીને લાવવામાં આવેલો અંદાજે ₹2 કરોડની કિંમતનો 2,117 ગ્રામ શંકાસ્પદ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલર તેમજ તેને એરપોર્ટ પર રિસીવ કરવા આવેલા તેના સાગરીત એમ બંને શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિમાન મારફતે નશીલો પદાર્થ લાવનાર પેડલર મૂળ ઉત્તર પ્રદેશના બકિયાનો રહેવાસી છે,

જ્યારે તેને રિસીવ કરવા પહોંચેલો શખ્સ ગાંધીનગરના કલોલનો રહેવાસી છે અને આ બંને આરોપીઓ બાળપણના મિત્રો છે; કલોલના શખ્સે જ આ સમગ્ર સ્મગલિંગ માટે પેડલરના ટ્રાવેલિંગની તમામ ટિકિટ અને વ્યવસ્થા ગોઠવી આપી હતી. બંને આરોપીઓના મોબાઈલની તપાસ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી અંગે થયેલી વ્હોટ્સએપ ચેટના પુરાવાઓ હાથ લાગ્યા બાદ શંકાસ્પદ જથ્થાના નમૂના એફએસએલ (FSL) પરીક્ષણ અર્થે મોકલીને સુરક્ષા તંત્ર દ્વારા NDPS એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(7:41 PM IST)