<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

મારામારીના ગુનામાં તિલકવાડા પોલીસ મથકે લાવ્યા બાદ યુવાનનું શંકાસ્પદ મોત

: તિલકવાડાના વંઢ ગામના યુવક નર્મદા નદી કિનારે ભેખડ ઉપર થી પડી જતા થયું મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા :પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગત રોજ મોડી સાંજના સમયે તિલકવાડા તાલુકાના વંઢ ગામે થી કોઈ કારણો સર ભરતભાઈ રમણભાઈ તડવીને તિલકવાડા પોલીસ મથકે લાવ્યા હતા પરંતુ આ દરમ્યાન પોલીસ સ્ટેશનના પાછળના ભાગે નર્મદા નદીના કિનારે ભેખળ ઉપરથી નીચે પડી જતા ભરતભાઈ તડવીને માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરના ભાગે ઈજાઓ થતા ભરતભાઈ તડવી નુ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી
   જો કે આ ઘટનાને પગલે એસ ડી એમ નર્મદા તથા કેવડિયા વિભાગ ના DYSP સંજય શર્મા તેમજ SOG LCB તેમજ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા સાથે જ સામાજિક આગેવાનો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અચાનક આ ઘટના બનતા વંઢ ગામના ગ્રામજનો પણ તિલકવાડા નદી કિનારે ઉમટી પડ્યા હતા. અને ભારે નારાજગી વ્યકત કરી હતી અચાનક આવી દુઃખદ ઘટના બનતા વંઢ ગામ ના ગ્રામજનો અને મૃતક ના પરિવાર માં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ ઘટના માં દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જો કે આ દુઃખદ ઘટના બનતા એસ. ડી. એમ. નર્મદા ની હાજરી માં પંચનામું કરવામાં આવ્યું હતું અને મૃતદેહ ને રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો અને પોલીસ મથકે આ ઘટના બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી

  વંઢ ગામમાં બે વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થતા કોઈકે પોલીસને ફોન કરતા તિલકવાડા પોલીસ ભરતભાઈ તડવી ને લઈ ગયા બાદ અચાનક ભરતભાઈ નર્મદા નદી કિનારે ભેખડ ઉપરથી પડતા મોત નીપજ્યું હોય આ શંકાસ્પદ મોત થી અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે.
 તિલકવાડા પોલીસ મૃતકના પરિવારજનોને ફરિયાદની નકલ નહીં આપતા મૃતકની લાશ પરિવારજનો એ પીએમ રૂમ માંથી લીધી ન હતી અને પરિવારજનોના જણાવ્યા મુજબ એમના પોલીસ માણસો ને છાવરવા પોલીસે અમે જે ફરિયાદ લખાવી હતી તેના બદલે બીજું લખી પોલીસ નો બચાવ કરે છે

(9:23 PM IST)