<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

આશીર્વાદ લેવા માટે હોટેલમાં બોલાવી તળાજાના ભૂવાએ બળાત્‍કાર ગુજાર્યો

રાત્રે ટ્રેડિશનલ ડ્રેસમાં ભૂવો, દિવસે જીન્‍સ-ટીશર્ટમાં કારમાં હીરો બની ફરતો : ભૂવા નરેશ ચૌહાણની ધરપકડ, ઘેની પ્રસાદ ખવડાવી પરિણીતા પર દુષ્‍કર્મ

સુરત તા.૨૨: તળાજાના પાવઠીના નરેશ ભૂવાની સિગણપોર પોલીસે બળાત્‍કારના ગુનામાં ધરપકડ કરી હતી. કતારગામમાં પરણેલી ભાવનગરની પરિણીતાને લગ્નના ત્રણ મહિના બાદ જ સિગણપોરની હોટલ યુગના એક રૂમમાં માતાજીનો આશીર્વાદ લેવાના બહાને બોલાવી ઘેની પ્રસાદ ખવડાવી બળાત્‍કાર ગુજાર્યો હતો. યુવતી અર્ધ બેભાન હતી ત્‍યારે કરેલા બળાત્‍કારનો વીડિયો બનાવી તેના આધારે વારંવાર આ હોટેલમાં બોલાવી યૌનશોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ પરિણીતાએ શનિવારે સિગણપોર પોલીસ મથકે નોંધાવી હતી.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભાવનગરના મહુલા તાલુકાના એક ગામની ૨૬ વર્ષીય યુવતીનાં લગ્ન જાન્‍યુઆરી-૨૫માં કતારગામ વિસ્‍તારમાં રહેતા યુવક સાથે થયા હતા.

યુવતીને ગત એપ્રિલ મહિનામાં તળાજાનાં પાવઠી ગામના નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભૂવાનો કોલ આવ્‍યો હતો. પોતે હાલ સિગણપોર ચાર રસ્‍તા પાસે આવેલી યુગ હોટેલના એક રૂમમાં રોકાયો હોવાનું અને માતાજીના આશીર્વાદ લેવા હોય તો આ રૂમમાં આવવા જણાવ્‍યું હતું. આ ભૂવો યુવતી જયારે કુંવારી હતી ત્‍યારે ગામમાં કાર્યક્રમ આપી ચૂક્‍યો હોઈ તેની ઉપર શ્રદ્ધા હોય આ યુવતી ત્‍યાં પહોંચી હતી.

પ્રસાદી ખાતા જ બેભાન, ભાનમાં આવતાં યુવતીનો ન્‍યૂડ ફોટો બતાવ્‍યો યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે તેને નરેશ ભૂવાએ માતાજીનો આશીર્વાદ લેવા બોલાવી હતી. તે વખતે તેને ભૂવાએ પ્રસાદી આપી હતી. તે આરોગ્‍યા બાદ માથું ભારે થઇ જવાની સાથે બેભાન જેવી અવસ્‍થામાં આવી ગઇ હતી અને સૂઈ ગઈ હતી. ભાનમાં આવી ત્‍યારે નરેશ ભૂવાએ તેનો મોબાઇલ ફોન બતાવ્‍યો હતો, જેમાં યુવતીનો જ ન્‍યૂડ ફોટો હતો. આ ફોટો જોઈ પોતાની સાથે હોટેલનાં રૂમમાં ભૂવાજીએ કરેલો ખેલ સમજમાં આવી ગયો હતો, પરંતુ ઠંડે કલેજે ધમકી આપી તે વાયરલ કરવાની ધમકી આપી એક વર્ષથી હોટેલમાં બોલાવી યૌનશોષણ કરતો હતો

(1:27 PM IST)