<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

રાજપીપળામાં વડાપાઉં અને દાબેલીની લારી ચલાવતા માછી પરિવારની દીકરી તન્વી વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ

તન્વી માછીએ જણાવ્યું કે મારા માતા, પિતા શિક્ષકો અને નવદુર્ગા હાઈસ્કૂલની અભ્યાસની મહેનતના કારણે હું આ મુકામ પર પહોંચી છું, આગળ જતા હું એન્જિનિયરિંગ લાઇન લઈ મારું કેરિયર બનાવીશ

 

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.જેમાં બન્ને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે.જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.95 ટકા જયારે સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું પરિણામ 94.17 ટકા આવ્યું છે. ત્યારે એક દાબેલી અને વડાપાઉંની લારી ચલાવતા માછી પરિવારની દીકરી તન્વી મુકેશભાઈ માછી જિલ્લામાં પ્રથમ આવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
નર્મદા જિલ્લાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓ માંથી 496 વિદ્યાર્થીઓ જ્યારે ડેડિયાપાડામાં 259 માંથી 215 વિધાર્થીઓ પાસ થયા આજના આધુનિક યુગ માં વિધાર્થીઓ માટે મોબાઈલ ને કારણ દિવસે દિવસે પરિણામ માં નીચું જોવા મળી રહ્યું છે ત્યારે પોતાના માં બાપ ને પણ આ શાળા સંચાલકો અને શિક્ષકો એ મોબાઈલ નહિ આપવા સલાહ આપી રહ્યા છે આજે એક દાબેલી ની લારી ચલાવતા માછી ની દીકરી એ 12 સાયન્સ નવદુર્ગા હાઈસ્કૂલ માં ભણી નર્મદા જિલ્લા માં 91.36 ટકા સાથે જિલ્લા માં પ્રથમ આવતા જિલ્લા નું અને શાળા નું નામ રોશન કર્યું છે બીજી બાજુ સ્વામિનારાયણ ગુરુકુળ માં 3 વિધાર્થીઓ જિલ્લા બીજા ત્રીજા અને ચોથા ક્રમે આવતા વાલીઓએ અને શિક્ષકો એ વધાવ્યા હતા.
  આ બાબતે જિલ્લામાં પ્રથમ આવનાર તન્વી માછી એ જણાવ્યું કે મારા માતા, પિતા શિક્ષકો અને નવદુર્ગા હાઈસ્કૂલ ની અભ્યાસ ની મહેનત ના કારણે હું આ મુકામ પર પહોંચી છું, આગળ જતા હું એન્જિનિયરિંગ લાઇન લઈ મારું કેરિયર બનાવીશ અને બીજા વિધાર્થીઓ ને ખાસ મેસેજ આપીશ કે મોબાઈલ નો ઉપયોગ ન કરી અભ્યાસ માં ધ્યાન આપી પોતાનું કેરિયર બનાવો.

(12:27 AM IST)