<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખ ઠાકોર મિસ્ત્રીની રાષ્‍ટ્રીય સ્‍તરે નિમણૂંક

રાજકોટઃ તા.૨૯: તાજેતરમાં નવી દિલ્‍હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય વિશ્‍વકર્મા વંશજ સર્વોત્‍થાન સંગઠનનું રાષ્‍ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખ ઠાકોર મિષાીનો રાષ્‍ટ્રીય કાર્યકારીણીમાં પ્રભારી મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્‍યો હતો. આ સંમેલનમાં હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્‍થાન, પંજાબ, મહારાષ્‍ટ્ર અને ગુજરાત સહીતના રાજ્‍યમાંથી સમાજના અગ્રણિઓ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતાં. જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખ ઠાકોર મિષાી સહિત ૧૩ની રાષ્‍ટ્રીય કાર્યકારીણી સમિતિમાં વરણી કરવામાં આવી હતી. તેમાં તેઓને પ્રભારી મંત્રી તરીકે કાર્યભાર સોંપાયો હતો. છેલ્લા ૩૧ વર્ષથી ઠાકોર મિષાી જ્ઞાતિને સંગઠીત કરવા માટે સતત પ્રયત્‍નો કરી રહ્યા છે.

(2:48 PM IST)