<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

2 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે થરાદ નગરપાલિકાના કોર્પોરેટર સુરેશ ત્રિવેદી સહિત 3 ઝડપાયા

પોલીસે નશીલા પદાર્થ અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂપિયા 7.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

બનાસકાંઠા જિલ્લાની એસઓજી (SOG) અને થરાદ પોલીસે સંયુક્ત વાહન ચેકિંગ દરમિયાન વાવ-થરાદ હાઇવે પરથી રૂપિયા 2 લાખની કિંમતનું 66.750 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે કાર ચાલક અને થરાદ નગરપાલિકાના કોર્પોરેટર સુરેશ ત્રિવેદી, ડ્રગ્સ મંગાવનાર સ્થાનિક શખ્સ બાબુ પઢીયાર તેમજ રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા રાણારામ ચૌધરી નામના ત્રણેય આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી લીધી છે. પોલીસે નશીલા પદાર્થ અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂપિયા 7.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તે દિશામાં થરાદ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.

(12:52 AM IST)