News of Sunday, 13th September 2026
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો:પાડોશી મિત્ર મહિલાની ધરપકડ
પોલીસે આરોપી શિવાંગી જેસર પાસેથી ચોરી કરેલા અંદાજે રૂ. 6 લાખના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી પાડોશમાં રહેતી મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી શિવાંગી જેસર પાસેથી ચોરી કરેલા અંદાજે રૂ. 6 લાખના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. આ સમગ્ર મામલો 11 સપ્ટેમ્બરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સામે આવ્યો હતો.
ફરિયાદી મહિલા કરિયાણાની દુકાન ધરાવે છે અને આરોપી શિવાંગી તેની મિત્ર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ફરિયાદીના પતિએ બનાવડાવેલા દાગીના શિવાંગીને બતાવ્યા હતા. દાગીના જોયા બાદ શિવાંગીની દાનત બગડી હતી. તેણે ઓફિસમાં તાળું મારવાના બહાને ફરિયાદીના ઘરનું તાળું લઈ તેની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. ત્યારબાદ ઘરમાં તાળું મારેલું હોવા છતાં બીજી ચાવીથી ઘર ખોલી દાગીનાની ચોરી કરી હતી. હાલ તો પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
