News of Sunday, 15th November 2026
મહેસાણાના વિસનગર વિસ્તારમાં ચંદનનાં વૃક્ષોની ચોરી :ખેતરમાં વાવેલા ચંદનનાં એક-બે નહીં, પરંતુ કુલ 14 વૃક્ષો કાપીને તસ્કરો ફરાર
ખેતરમાંથી કિંમતી ચંદનનાં વૃક્ષો ગાયબ થતાં માલિકને ચોરીની જાણ થઈ: પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી:ચોરીમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી

મહેસાણાના વિસનગર વિસ્તારમાં ચંદનનાં વૃક્ષોની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. બાસણા ગામ નજીક ગઢા રોડ પર આવેલા એક ખેતરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ખેતરમાં વાવેલા ચંદનનાં એક-બે નહીં, પરંતુ કુલ 14 વૃક્ષો કાપીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.
ખેતરમાંથી કિંમતી ચંદનનાં વૃક્ષો ગાયબ થતાં માલિકને ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને ચોરીમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
