<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

આદિવાસી સમાજ માટે લડત લડતા હોવાથી તેમને નિશાન બનાવાયા:ચૈતર વસાવા કેસ મામલે ઇસુદાન ગઢવીનો આક્ષેપ

ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે આ અન્યાય સામે તેઓ ઉપલી અદાલતમાં જશે અને ચોક્કસ ન્યાય મેળવશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ચૈતર વસાવાને મળેલી સજા મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, ચૈતરભાઈ આદિવાસી સમાજનો અવાજ બનીને લડત લડે છે, જે ખૂંચે છે. તેમણે દાવો કર્યો હતો કે વનકર્મી અને ખેતરમાલિક વચ્ચે સમાધાન કરાવવા છતાં તેમને વારંવાર ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે આ અન્યાય સામે તેઓ ઉપલી અદાલતમાં જશે અને ચોક્કસ ન્યાય મેળવશે.

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાને સજાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રત્યાઘાત આપ્યા છે. ઇટાલિયાએ જણાવ્યું હતું કે, દિલ્હી અને ગુજરાતની કાયદાકીય ટીમ સક્રિય છે અને જરૂર પડશે તો હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ હોવાથી તેમને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પાર્ટી લડાયક મૂડમાં છે.

(11:49 PM IST)