<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

આજે સાંજે સુરતમાં ગુજરાત ગોૈરવ દિવસ (સ્‍થાપના દિવસ)ની સંસ્‍કૃતિ, સાહસ અને શોૈર્યના સંગમ સાથે ઉજવણી માટે ભારે ધમધમાટ

રાજયપાલ, મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી, ચીફ સેક્રેટરી, રાજયના મુખ્‍ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિગેરેની ઉપસ્‍થિતીમાં ગુજરાત પોલીસની અદભુત શોૈર્ય ગાથાઃ સીપી ટીમ કાર્યરત

રાજકોટ તા.૧: તા. ૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્‍થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન'ના રૂપમાં રાજ્‍યકક્ષાની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.

શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠીઃ શહેરમાં દિવાળી જેવો ઉત્‍સવભર્યો માહોલ

આ ગરિમામય અવસરની શરૂઆત તા. ૧લીએ સાંજે ૦૫:૦૦ કલાકે વાય જંક્‍શન, વી.આર. મોલ, Y જંક્‍શનથી લાલભાઈ કોન્‍ટ્રાક્‍ટર સ્‍ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ, નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

મહાનુભાવોનું આગમન બ્‍યુગલ, પાઇપ બેન્‍ડ અને અશ્વદળના એસ્‍કોર્ટ દ્વારા કરવામાં આવશે. ત્‍યારબાદ રાષ્‍ટ્રગાન અને પરેડ કમાન્‍ડર દ્વારા રિપોટીંગ કરવામાં આવશે.

પરેડના મુખ્‍ય આકર્ષણોઃ ભવ્‍ય માર્ચ પાસ્‍ટ, હર્ષધ્‍વનિ, મહિલાઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્‍ટંટ શોનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્‍યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

સાંસ્‍કળતિક સંધ્‍યા - ડુમસ સી-ફેસ

પોલીસ પરેડ બાદ રાત્રે ૦૮:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સમારોહમાં કલેક્‍ટર ડો. સૌરભ પારધી અને મ્‍યુ. કમિશનર ડો. એમ. નાગરાજન દ્વારા રાજ્‍યપાલશ્રી, મુખ્‍યમંત્રીશ્રી, નાયબ મુખ્‍યમંત્રીશ્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્‍વાગત કરવામાં આવશે.

આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ' મેળવનાર પ્રતિભાવાન વ્‍યક્‍તિઓ તેમજ જિલ્લાના અન્‍ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્‍યપાલ અને મુખ્‍યમંત્રીના હસ્‍તે વિશેષ સન્‍માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્‍તકો ‘વિકાસ વાટિકા' અને ‘કોફી ટેબલ' બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

રાજ્‍યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્‍સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

 

(2:46 PM IST)