News of Thursday, 19th November 2026
વડોદરાના સાવલીના સમલાયા પાસે માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
બિસ્માર બનેલી કેનાલોના સમારકામ અને જાળવણીને લઈને તંત્રની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ સાથે અનેક સવાલો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા પાસે નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલ તૂટવાથી હજારો લીટર પાણીનો મોટો વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની આરે આવી પહોંચ્યો છે. બિસ્માર બનેલી કેનાલોના સમારકામ અને જાળવણીને લઈને તંત્રની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે; નોંધનીય છે કે આ જ ગંભીર સમસ્યા અને કેનાલોની સફાઈ તેમજ યોગ્ય વ્યવસ્થા અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ લેખિત રજૂઆત કરી હતી.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
