News of Tuesday, 15th September 2026
હજારો વેપારીઓ વેટના રિફન્ડની રાહ જુએ છે
૨૦૧૭માં વેટની વિદાય પછી પણ હજુ મામલો અધ્ધરતાલ : હિસાબ રાખવા માટે બેંક ખાતા રિફલેક્ટ થતા જ નથી

અમદાવાદઃ તા.૧૫: પહેલી જુલાઈ ૨૦૧૭ના વેલ્યુ એડેડ ટેક્સ વેટે વિદાય લીધાને આજે સાડા નવ વર્ષ થવા આવ્યા હોવા છતાંય અમદાવાદ ગુજરાતના હજારો વેપારીઓના વેટના રિફંડ હજીય મળતા નથી. કારણ કે હિસાબ શાખામાં તેમના બેન્ક એકાઉન્ટ રિફલેક્ટ જ થતાં નથી. તેનું કારણ આપતા વેરા નિષ્ણાતો કહે છે કે વેપારીઓ વેટમાંથી જીએસટીમાં શિફટ થઈ ગયા તેથી તેમના ખાતા વેટમાં દેખાતા જ નથી. વેટમાંથી જીએસટીમાં માઈગ્રેટ થઈ ગયા પછી હોવાથી હિસાબ શાખાના અધિકારીઓ તે ખાતા દેખાતા ન હોવાથી તેઓ રિફંડના પેન્ડિંગ કેસમાં વેપારીઓના રિફંડના ઓર્ડર થઈ ગયા પછીય રિફંડ આપતા જ નથી.
વેટના રિફંડ માટે વેપારીઓએ તેના વોર્ડમાં અરજી કરવી પડે છે. આ અરજી પ્રોસેસ થયા પછી તેના પર રિફંડ આપવા માટેના ઓર્ડર તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને અંતે તૈયાર થયેલો રિફંડ છે કે વેટના ખાતાઓ હવેમાં સુધારો પણ થઈ શકતો નથી.વેપારીઓ વેટમાંથી જીએસટીમાં શિફટ થઈ ગયા હોવાથી હવે વેટના પોર્ટલ પર સુધારો કરવાની કોઈ તક જ મળતી નથી. કારણ કે વેટની રિફંડ માગનારના બેન્ક એકાઉન્ટ ન દેખાય એટલે અધિકારીઓ એફિડેવિટ માગે છે કે મારું બેન્ક એકાઉટ આ જ છે. વેપારી ભલેને મુંબઈ કે દિલ્હીમાં રજિસ્ટ્રેશન ધરાવતો હોય તેણે એફિડેવિટ ઓર્ડર હિસાબ શાખામાં પેમેન્ટ મોકલી આપવામાં આવે અમદાવાદમાં જોઈન્ટ કમિશનર અને જોઈન્ટ કમિશનર ૨ હિસાબ શાખામાં આ ઓર્ડર મોકલવામાં આવે છે. અમદાવાદની હિસાબ ગાંધીનગરના ડેપ્યુટી કમિશનરના હેઠળ છે. આ હિસાબ અમદાવાદમાં બેસતા ચીફ કમિશનરના હસ્તક જ નથી.માટે સમગ્ર સિસ્ટમને લાત્ક કરી દેવામાં આવી છે. છે. તેથી વેટના એકાઉન્ટમાં કોઈ જ એક સુધારા થઈ શકતા નથી. બીજીતરફ દસ હેઠળની વર્ષથી એકાઉન્ટ ઓપરેટ ન કર્યા હોવાથી મોટાભાગના વેપારીઓ પાસે લોગ ઈન છે. શાખા આઈડી અને પાસવર્ડ પણ સચવાયેલા ચાર્જ રહ્યા નથી. જેમની પાસે લોગ ઈન શાખા આઈડી અને પાસવર્ડ છે તેઓ તેમાં સુધારો પણ કરી શકતા નથી. કારણ કે તેમના એકાઉન્ટને લોક કરી દેવામાં આવેલા છે. કરવાની જફા કરવી પડે છે. આ એકાઉન્ટમાં ભૂતકાળમાં રિફંડ લીધેલા હોવા છતાંય અત્યાર તેમને તે ખાતામાં રિફંડ લેવા માટે એફિડેવિટ આપવી પડે છે.
તદુપરાંત રિફંડના એપ્રુવલ માટે ઘણાં કેસો ગાંધીનગરના એડિશનલ કમિશનરમાં ટ્રાન્સફર થયેલા છે. આ એડિશનલ કમિશનર ગાંધીનગર બેસે છે. પરિણામે લગભગ બે મહિનાથી તેમના રિફંડ આવ્યા જ નથી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
