News of Thursday, 24th September 2026
ગુજરાત એથ્લેટીકસમાં બધીર મંડળના ત્રણ સભ્યોએ ત્રણ મેડલ જીત્યા

રાજકોટઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-અમદાવાદ દ્વારા યોજાયેલ ૧૩મો ગુજરાત એથ્લેટિક્સમાં બધિર મંડળ રાજકોટના ત્રણ સભ્યોએ ઉજ્જવળ દેખાવ કરી એક સુવર્ણ અને બે રજત ચંદ્રક મેળવી સંસ્થાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યુ છે. નીતા વિમલભાઈ રાઠોડ (શોટ પુટ અને ડિક્ક્સ થાઉ બીજા),રાહુલ કમલેશભાઈ માણેક (શોટ પુટ-ત્રીજા), તેજલ રણછોડભાઈ સરૈયા (બરછી ફેંક-ત્રીજા) સન્માનપત્રો પણ એનાયત કરાયા હતા. સંસ્થાના સ્થાપક પ્રમુખ (રમતગમત) મહિપાલસિંહ ચુડાસમા, અને (રમતગમત) કમલેશ રોકડ, જીજ્ઞેશ ટાંકે શુભેચ્છા પાઠવી હતી.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
