તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Monday, 14th September 2026
રાજકોટ-અમદાવાદ સહિત અઢાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
ગુજરાત ઉપર મેઘરાજાની ધમાકેદાર સવારી યથાવત : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરોઃ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદની સંભાવના

રાજકોટઃ ગુજરાતમાં સક્રિય વરસાદી માહોલ વચ્ચે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિત અઢાર જિલ્લામાં સવારે ૮ વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. કલાકે પાંચથી પંદર મિલિમીટર વરસાદ, ગાજવીજ અને કલાકના ચાલીસ કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ દિવસભરની આગાહીમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનો ખતરો દર્શાવાયો છે.
ગુજરાત ઉપર એકસાથે અસર કરી રહેલી વરસાદી પ્રણાલીઓને કારણે મેઘરાજાનું જોર યથાવત રહેવાની સંભાવના છે. સોમવારે સવારે જારી થયેલી ત્રણ કલાકની તાત્કાલિક આગાહી પ્રમાણે રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
આ અઢાર જિલ્લામાં કલાકે પાંચથી પંદર મિલિમીટર જેટલો મધ્યમ વરસાદ પડવાની વ્યાપક સંભાવના છે. વરસાદ સાથે હળવી ગાજવીજ, તોફાની પવન તથા જમીન ઉપર વીજળી ત્રાટકવાની ત્રીસથી સાઠ ટકા જેટલી સંભાવના દર્શાવાઈ છે. પવનની ઝડપ કલાકના ચાલીસ કિલોમીટર સુધી પહોંચી શકે છે. ત્રણ કલાકની નાઉકાસ્ટ આગાહીની વિગતો..
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં કલાકે પાંચ મિલિમીટરથી ઓછો હળવો વરસાદ તથા છૂટાછવાયા ગાજવીજના માહોલની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
દરમિયાન, ત્રણ કલાકની તાત્કાલિક ચેતવણી અને દિવસભરની વરસાદી ચેતવણી અલગ હોવાથી નાગરિકોએ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
આજે ચૌદમી સપ્ટેમ્બરે દિવસ દરમિયાન ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે તથા છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદની ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની યલ્લો એલર્ટ છે.
હાલ દક્ષિણ-પヘમિ મધ્યપ્રદેશ અને ઉત્તર વિદર્ભને અડીને રહેલું હવાનું હળવું દબાણ ગુજરાત તરફ પヘમિ-ઉત્તર પヘમિ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ દરિયાઈ સપાટીથી આશરે સાડા સાત કિલોમીટર સુધી વિસ્તરેલું છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત થઈ બિહાર સુધી લંબાયેલો હવાનો પટ્ટો અને ચોમાસુ ધરી પણ વરસાદને બળ આપી રહ્યાં છે.
આવતીકાલે ૧૫ સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નવસારી ઉપરાંત જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
૧૬ સપ્ટેમ્બરે બુધવારે વરસાદનું જોર ઘટશે, જોકે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે.
ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન, ખેતર, જળાશય કે મોટા વૃક્ષ નીચે ઊભા ન રહેવા, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવા તથા નીચાણવાળા માર્ગ અને ગરનાળાંમાં પાણી ભરાયું હોય તો વાહનન ઉતારવા તાકીદ કરવામાં આવી છે. ખેડૂતોને પશુઓ સુરક્ષિત સ્થળે ખસેડવા અને તૈયાર પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવાયું છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
