<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

શનિવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની શક્યતા

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના

અમદાવાદ :રાજ્યના હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે, જે મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. આ વરસાદ ગરમીથી ત્રસ્ત જનતા માટે રાહત લઈને આવશે, જોકે ખેડૂતો માટે તે ચિંતાનો વિષય પણ બની શકે છે

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જેના પરિણામે રાજ્યભરમાં ગરમીથી મોટી રાહત અનુભવાશે. આ સમયગાળા દરમિયાન, એટલે કે 30 મેથી 1 જૂન વચ્ચે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ નોંધાઈ શકે છે 

30 મે: આ દિવસે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ બનશે.

31 મે: 30 મેના જિલ્લાઓ એટલે કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની સાથે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે.

1 જૂન: આ દિવસે વરસાદનું પ્રમાણ અને વ્યાપ વધવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદની સાથે છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.

(10:29 PM IST)