News of Monday, 22nd June 2026
રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામશે: વિધિવત ચોમાસા માટે હજુ થોડી રાહ જોવી પડશે.
રાજ્યમાં હાલ ટ્રફ પસાર થતો હોવાથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે

અમદાવાદ : રાજ્યમાં હાલ ટ્રફ પસાર થતો હોવાથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામશે, જોકે ગુજરાતમાં વિધિવત ચોમાસા માટે હજુ થોડી રાહ જોવી પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે, જ્યાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ મેઘરાજા મહેર કરી શકે તેવો વરસાદી માહોલ જોવા મળશે
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
