News of Friday, 3rd July 2026
રાજ્યના ૨૬ જિલ્લાના ૧૬૭ તાલુકાઓમાં આજે સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ ૨૨.૨૦ ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાવનારા ટોપ-૧૦ શહેરોની યાદી : માંગરોળમાં ૨૨.૨૦ ઇંચ, માળિયા હાટીનામાં ૧૪.૦૯ ઇંચ, વઘઇમાં ૧૩.૩૧ ઇંચ, અંબિકામાં ૧૩.૧૯ ઇંચ, સુબીરમાં ૧૨.૯૫ ઇંચ, કેશોદમાં ૧૨.૭૨ ઇંચ, મેંદરડામાં ૧૨.૫૬ ઇંચ, ડોલવણમાં ૧૧.૬૧ ઇંચ, વાંસદામાં ૯.૭૨ ઇંચ અને ચીખલીમાં ૯.૬૧ ઇંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારે ૬:૦૦ વાગ્યાથી લઈને રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીના ૧૬ કલાકના સમયગાળામાં ગુજરાતના ૨૬ જિલ્લાના કુલ ૧૬૭ તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં જૂનાગઢ જિલ્લાનું માંગરોળ ચોમાસાનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે.
જૂનાગઢ અને ડાંગ જિલ્લામાં આકાશી આફત:
મુશળધાર વરસાદની વિગતો જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે. માંગરોળ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૨.૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સાંજે ૬ થી રાત્રે ૮ વાગ્યાના માત્ર બે કલાકમાં જ અંદાજે ૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય માળિયા હાટીનામાં ૧૪.૦૯ ઇંચ, કેશોદમાં ૧૨.૭૨ ઇંચ, મેંદરડામાં ૧૨.૫૬ ઇંચ, વંથલીમાં ૩.૯૮ ઇંચ તેમજ જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં ૦.૯૮ ઇંચ અને ભેસાણમાં ૦.૯૮ ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે વઘઇમાં ૧૩.૩૧ ઇંચ, સુબીરમાં ૧૨.૯૫ ઇંચ અને ધ ડાંગ્સ તાલુકામાં ૮.૭૪ ઇંચ પાણી પડતાં નદીઓ ગાંડીતૂર બની છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં જળબંબોળ:
દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં અંબિકા ખાતે ૧૩.૧૯ ઇંચ, મહુવામાં ٥.૭૯ ઇંચ, માંગરોળમાં ૦.૭૫ ઇંચ, માંડવીમાં ૫.૦૦ ઇંચ, બારડોલીમાં ૪.૬૧ ઇંચ, કામરેજમાં ૩.૬૨ ઇંચ, ઉમરપાડા અને પલસાણામાં ૩.૪૩ ઇંચ, અરેથમાં ૨.૪૪ ઇંચ, ચોર્યાસીમાં ૨.૦૫ ઇંચ, સુરત સિટીમાં ૧.૫૦ ઇંચ અને ઓલપાડમાં ૧.૧૪ ઇંચ વરસાદ ઝીંકાયો છે.
નવસારી જિલ્લાના વાંસદામાં ૯.૭૨ ઇંચ, ચીખલીમાં ૯.૬૧ ઇંચ, ગણદેવીમાં ૮.૩૯ ઇંચ, ખેરગામમાં ૬.૫૭ ઇંચ, નવસારીમાં ૨.build૮૩ ઇંચ અને જલાલપોરમાં ૨.૫૨ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સવારે ૬ થી ૮ ના પ્રારંભિક ગાળામાં જ ભારે બેટિંગ સાથે કુલ ૮.૧૫ ઇંચ, નાનાપોંઢામાં ૪.૨૧ ઇંચ, કપરાડામાં ૪.૦૬ ઇંચ, ધરમપુરમાં ૩.૯૪ ઇંચ, પારડીમાં ૩.૭૦ ઇંચ, વાપીમાં ૩.૦૩ ઇંચ અને ઉમરગામમાં ૧.૬૯ ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં ૧૧.૬૧ ઇંચ, વાલોડમાં ૯.૧૭ ઇંચ, વ્યારામાં ૭.૦૧ ઇંચ, સોનગઢમાં ૨.૬૮ ઇંચ, ઉકાઈમાં ૧.૬૧ ઇંચ, ઉચ્છલ પંથકમાં ૦.૫૧ ઇંચ, કુકરમુંડામાં ૦.૬૭ ઇંચ અને નિઝરમાં ૦.૧૬ ઇંચ વરસાદ પડ્યો છે.
ભરૂચ, રાજકોટ, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓની વિગતવાર સ્થિતિ:
ભરૂચ: વાલિયામાં ૩.૫૦ ઇંચ, હંસોટમાં ૨.૯૫ ઇંચ, અંકલેશ્વરમાં ૨.૭૨ ઇંચ, વાગરામાં ૧.૩૪ ઇંચ, જંબુસરમાં ૦.૬૭ ઇંચ, ઝગડિયામાં ૦.૬૩ ઇંચ અને ભરૂચ તાલુકામાં ૦.૧૬ ઇંચ.
રાજકોટ: ધોરાજીમાં ૫.૯૪ ઇંચ, જેતપુરમાં ૨.૮૦ ઇંચ, ઉપલેટામાં ૨.૬૪ ઇંચ, જામકંડોરણામાં ૦.૮૭ ઇંચ, રાજકોટ શહેરમાં ૦.૩૯ ઇંચ.
ગીર સોમનાથ: પાટણ-વેરાવળમાં ૮.૫૦ ઇંચ, સુત્રાપાડામાં ૪.૨૫ ઇંચ, તાલાલામાં ૨.૩૬ ઇંચ, કોડિનારમાં ૧.૮૧ ઇંચ, ગીર ગઢડામાં ૦.૭૧ ઇંચ અને ઉનામાં ૦.૩૧ ઇંચ.
આણંદ અને ખેડા: ખંભાતમાં ૨.૪૮ ઇંચ, સોજિત્રામાં ૧.૬૫ ઇંચ, પેટલાદમાં ૧.૪૨ ઇંચ, તારાપુરમાં ૧.૧૦ ઇંચ, ઉમરેઠમાં ૦.૬૭ ઇંચ, આંકલાવમાં ૦.૩૧ ઇંચ, બોરસદમાં ૦.૦૮ ઇંચ અને આણંદમાં ૦.૦૪ ઇંચ. ખેડાના નડિયાદમાં ૨.૪૦ ઇંચ, કપડવંજમાં ૧.૭૭ ઇંચ, મહુધા અને ફાગવેલમાં ૦.૯૧ ઇંચ, કથલાલમાં ૦.૭૫ ઇંચ, ગળતેશ્વરમાં ૦.૫૧ ઇંચ, ઠાસરામાં ૦.૩૫ ઇંચ, મેહમદાવાદ અને વસોમાં ૦.૨૦ ઇંચ.
ઉત્તર ગુજરાત (મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા): સતલાસણામાં ૧.૬૧ ઇંચ, વિજાપુરમાં ૧.૪૨ ઇંચ, ખેરાલુમાં ૧.૧૪ ઇંચ, વિસનગરમાં ૦.૮૩ ઇંચ, ઊંઝામાં ૦.૭૫ ઇંચ, કડીમાં ૦.૭૧ ઇંચ, વડનગરમાં ૦.૪૩ ઇંચ. બનાસકાંઠાના હડાદમાં ૧.૦૬ ઇંચ, વડગામમાં ૦.૫૫ ઇંચ, દાંતીવાડામાં ૦.૪૩ ઇંચ, અમીરગઢમાં ૦.૨૪ ઇંચ, પાલનપુરમાં ૦.૦૮ ઇંચ. સાબરકાંઠાના તલોદમાં ૧.૧૦ ઇંચ, પ્રાંતિજમાં ૦.૫૧ ઇંચ, પોશિનામાં ૦.૪૭ ઇંચ, ઇડરમાં ૦.૩૧ ઇંચ, હિંમતનગરમાં ૦.૨૦ ઇંચ અને વડાલીમાં ૦.૦૮ ઇંચ.
અમદાવાદ અને વડોદરા: ધંધુકામાં ૧.૪૨ ઇંચ, ડેટરોજ-રામપુરામાં ૧.૩૮ ઇંચ, ધોલેરામાં ૦.૭૯ ઇંચ, વિરમગામમાં ૦.૩૧ ઇંચ અને માંડલમાં ૦.૨૦ ઇંચ. વડોદરાના ડભોઈમાં ૧.૦૨ ઇંચ, ડેસરમાં ૦.૬૭ ઇંચ, કરજણમાં ૦.૫૫ ઇંચ, પાદરામાં ૦.૨૦ ઇંચ, સિનોરમાં ૦.૧૬ ઇંચ અને સાવલી તેમજ વડોદરા પ્રોપરમાં ૦.૧૨ ઇંચ.
મધ્ય અને પૂર્વ ગુજરાત (પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લી): મોરવા હડફમાં ૦.૨૮ ઇંચ. દાહોદના સંજેલીમાં ૦.૪૩ ઇંચ, સિંગવડમાં ૦.૩૫ ઇંચ, ફતેપુરામાં ૦.૩૧ ઇંચ, સુખસર અને ગોવિંદ ગુરુ લીમડીમાં ૦.૧૬ ઇંચ, દાહોદમાં ૦.૧૨ ઇંચ અને ધાનપુરમાં ૦.૦૮ ઇંચ. મહીસાગરના બાલાસિનોરમાં ૦.૯૮ ઇંચ, સંતરામપુર અને વીરપુરમાં ૦.૧૨ ઇંચ. છોટાઉદેપુરના કવાંટ અને સંખેડામાં ૦.૧૬ ઇંચ, કડવાલમાં ૦.૧૨ ઇંચ, છોટાઉદેપુર અને નસવાડીમાં ૦.૦૪ ઇંચ. નર્મદાના સાગબારામાં ૦.૬૩ ઇંચ, ચીકદામાં ૦.૫૯ ઇંચ, દેડીયાપાડામાં ૦.૪૩ ઇંચ અને નાંદોદમાં ૦.૩૫ ઇંચ. અરવલ્લીના સાઠંબામાં ૦.૬૭ ઇંચ, ધનસુરામાં ૦.૫૫ ઇંચ, મોડાસામાં ૦.૩૧ ઇંચ, બાયડમાં ૦.૨૮ ઇંચ અને મેઘરજમાં ૦.૧૬ ઇંચ.
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો (ભાવનગર, બોટાદ, અમરેલી, પોરબંદર, જામનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર): ભાવનગર પંથકમાં પાલીતાણા અને વલ્લભીપુરમાં ૧.૫૪ ઇંચ, ઉમરાળામાં ૧.૩૮ ઇંચ, સિહોરમાં ૧.૦૨ ઇંચ, ઘોઘામાં ૦.૬૭ ઇંચ, તળાજામાં ૦.૫૧ ઇંચ, ગારીયાધારમાં ૦.૪૭ ઇંચ, જેસરમાં ૦.૩૫ ઇંચ, મહુવામાં ૦.૧૬ ઇંચ. બોટાદના ગઢડામાં ૦.૪૩ ઇંચ, રાણપુરમાં ૦.૩૯ ઇંચ, બરવાળામાં ૦.૦૮ ઇંચ અને બોટાદમાં ૦.૦૪ ઇંચ. અમરેલીના લાઠીમાં ૦.૪૭ ઇંચ, કુંકાવાવ વાડિયામાં ૦.૩૫ ઇંચ, જાફરાબાદમાં ૦.૦૮ ઇંચ અને બગસરામાં ૦.૦૪ ઇંચ. પોરબંદરના કુતિયાણામાં ૧.૬૫ ઇંચ, પોરબંદર અને રાણાવાવમાં ૦.૦૮ ઇંચ. જામનગરના જામજોધપુરમાં ૦.૨૮ ઇંચ અને લાલપુરમાં ૦.૦૮ ઇંચ. મોરબી અને હળવદમાં ૦.૨૪ ઇંચથી ૦.૧૬ ઇંચ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૦.૩૧ ઇંચ અને ભાણવડમાં ૦.૦૪ ઇંચ. સુરેન્દ્રનગરના મૂલીમાં ૦.૪૭ ઇંચ અને ગાંધીનગરના દહેગામમાં ૦.૭૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
