<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

Cbi હેડ ક્‍વાટર્સમાં ટોચના સ્‍થાને ફરજ બજાવતા મનોજ શશીઘરનો આજે જન્‍મદિવસ

દેશના હાઈ પ્રોફાઈલ કેસો સફળતાપૂર્વક, મૂળ ગુજરાત કેડરના આ ips દ્વારા હેન્‍ડલ થયા છે.... મૂળ કેરળના આ અધિકારી સૌરાષ્‍ટ્ર, ગુજરાતમાં સરળ લોકો સાથે દૂધમાં સાકર માફક ભળવા સાથે અસામસાજિક તત્‍વો પર જબબર પક્કડ ધરાવતા હતા...

રાજકોટ, તા.૧૪: ગુજરાતના બેસ્‍ટ IPS અધિકારીઓની શળંખલામાં જેમની ગણતરી થાય છે, તેવા હાલ દિલ્‍હી CBI માં ખૂબ ટોચ અને મહત્‍વના સ્‍થાને ફરજ બજાવતા સિનિયર IPS મનોજ શશીધરનો આજે જન્‍મદિવસ છે.

કેન્‍દ્ર સરકારના ખૂબ વિશ્વાસુ અધિકારીઓમાં જેમનો સમાવેશ થાય છે, તેવા આ અધિકારી સૌરાષ્‍ટ્રના વિવિધ શહેરોમાં SP, ઉત્તર સૌરાષ્‍ટ્ર અર્થાત રાજકોટ રેન્‍જ IG પદે ફરજ બજાવી ચૂકયા છે. અમદાવાદ DCP ક્રાઈમ, ગાંધીનગર, IB વડા વગેરે સ્‍થાને તેમની સેવાઓ લેવામાં આવી છે. મૂળ કેરળના વતની છે. એક દાયકા પહેલા સરકારે તેમની રાજકોટ પોલીસ કમિશનર પદે નિમણૂક કરવાનું નક્કી કરેલ, પરંતુ સંતાનોના અભ્‍યાસના કારણે તેમણે સવિનય ઇન્‍કાર કરી ગાંધીનગર રહેવાનું પસંદ કરેલ. ગુજરાત અને CBI કાર્યકાળ દરમિયાન ખૂબ પડકારજનક અને હાઈ પ્રોફાઈલ કેસો સફળતાપૂર્વક હેન્‍ડલ કરનારા આ IPS વડાપ્રધાન સહિત મહાનુભાવોના બંદોબસ્‍તના પણ માસ્‍ટર ગણાય છે.

CBIમાં તેમણે સંભાળેલા હાઈ-પ્રોફાઈલ કેસોઃ સુશાંત સિંહ રાજપૂત મળત્‍યુ કેસ - SIT ના વડા હતા. ઓગસ્‍ટાવેસ્‍ટલેન્‍ડ VVIP હેલિકોપ્‍ટર કૌભાંડ - રૂ. ૩,૬૦૦ કરોડ, અનિલ દેશમુખ લાંચ કેસ, કોલસા કૌભાંડ (Coalgate), રેલવે લાંચ કેસ - રૂ. ૧ કરોડની રિકવરી, પૂર્વ રેલવે એન્‍જિનિયર પાસેથી રૂ. ૪ કરોડ કેશ અને ૨૫ કિલોથી વધુ સોનાની રિકવરી વિગેરે અનેક હાઈ-પ્રોફાઈલ કેસોનો સમાવેશ થાય છે.

(3:37 PM IST)