News of Tuesday, 30th June 2026
SPIPA ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને આઇએએસ અધિકારી શ્રી ચંદ્રેશ કોટકનો આજે જન્મદિવસ : રાજ્યભરમાંથી અવિરત શુભેચ્છા વર્ષા
૨૦૧૮ બેચના મજબૂત વહીવટી અધિકારી તરીકે મિશન કર્મયોગી અને ચૂંટણી ઓબ્ઝર્વર જેવી મહત્વની જવાબદારીઓ સંભાળનાર શ્રી ચંદ્રેશ કોટકને આજે સાથી અધિકારીઓ, મિત્રો અને શુભચિંતકો દ્વારા પાઠવવામાં આવી શુભેચ્છાઓ

રાજકોટ: ગુજરાત કેડરના ૨૦૧૮ બેચના આઇએએસ (IAS) અધિકારી અને હાલ અમદાવાદ મુકામે આવેલી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) માં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત શ્રી ચંદ્રેશ કોટકનો આજે જન્મદિવસ હોઈ, વહીવટી આલમ તેમજ સોશિયલ મીડિયા પર સવારથી જ તેમને શુભેચ્છાઓ પાઠવતા, તેમના મો. નં. 73830 16699 પર સંદેશાઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્ટેટ સિવિલ સર્વિસ (SCS) માંથી આઇએએસ સંવર્ગમાં પ્રમોશન મેળવનારા આ બાહોશ અધિકારી આજે પોતાના જીવનના નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે રાજ્યભરના વરિષ્ઠ અધિકારીઓ, સહકર્મચારીઓ, તાલીમાર્થીઓ અને સ્નેહીજનો દ્વારા તેમને દીર્ઘાયુ અને સફળ કારકિર્દીની મંગલકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
સ્પિપા ખાતે વહીવટી તાલીમ અને મિશન કર્મયોગીનું સંભાળે છે સુકાન:
ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે શ્રી ચંદ્રેશ કોટક ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમદાવાદ સ્પિપા ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં તેઓ ગુજરાતના પ્રોબેશનરી આઇએએસ અધિકારીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ માટેના સંસ્થાકીય માળખા અને ક્ષમતા-નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) ના વિવિધ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમોનું અત્યંત કુશળતાપૂર્વક સંચાલન કરે છે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'મિશન કર્મયોગી' ના સફળ અમલીકરણની મુખ્ય જવાબદારી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. સિવિલ એન્જિનિયરિંગમાં બી.ઈ. (B.E. Civil Engg) ની શૈક્ષણિક લાયકાત ધરાવતા આ અધિકારી પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ પણ સરકારી વહીવટમાં પ્રશંસનીય રીતે કરી રહ્યા છે.
ચૂંટણી ઓબ્ઝર્વર તરીકેની ભૂમિકા અને ૮ વર્ષની શાનદાર સેવા:
ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઉપરાંત શ્રી ચંદ્રેશ કોટકને તેમની વહીવટી કુશળતાને આધારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે જિલ્લા ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) તરીકેની પણ મહત્વની બંધારણીય ફરજ સોંપવામાં આવી હતી. વહીવટી પ્રક્રિયાને વધુ સંગીન બનાવનારા અને પારદર્શી વહીવટના આગ્રહી એવા લોકપ્રિય અધિકારી શ્રી ચંદ્રેશ કોટકને આજે તેમના જન્મદિવસે ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
