<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

હિંમતનગરમાં જીન રોડ પર રેતીથી ભરેલું ઓવરલોડ ડમ્પર ફસાઈ જતાં ટ્રાફિકજામ

ગટરના ઢાંકણા અને કૂંડીઓ પરથી પસાર થતાં ડમ્પરો વારંવાર ફસાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ

સાબરકાંઠાના હિંમતનગરમાં આંતરિક માર્ગો પર નંબર પ્લેટ વગરના ઓવરલોડ ડમ્પરો દોડતા હોવાની ફરિયાદો સામે આવી છે. સહકારી જીન રોડ પર રેતીથી ભરેલું ઓવરલોડ ડમ્પર ફસાઈ જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ગટરના ઢાંકણા અને કૂંડીઓ પરથી પસાર થતાં ડમ્પરો વારંવાર ફસાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. હાલ ફસાયેલા ડમ્પરમાંથી રેતી હટાવી તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે.

(11:07 PM IST)