<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

અમદાવાદનમા મકરબામાં નવનિર્મિત ઓવરબ્રિજના લોકાર્પણ બાદ પણ ટ્રાફિક જામની સમસ્યા યથાવત

ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ: અવાર-નવાર ટ્રાફિક જામ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ: વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી

અમદાવાદના મકરબામાં નવનિર્મિત ઓવરબ્રિજના લોકાર્પણ બાદ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું  લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણના થોડા કલાકો બાદ જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. અવાર-નવાર ટ્રાફિક જામ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.. વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી તેમ વાહનચાલક જણાવી રહ્યાં છે.

(7:41 PM IST)