તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં ટ્રાફિકની સમસ્યામાંથી મળશે છુટકારો:16 આંતરિક માર્ગોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
આશરે 13 કિલોમીટરના રસ્તાઓના વિકાસ માટે 17 કરોડ રૂપિયાની ફાળવણી:રસ્તાઓના નવીનીકરણ અને વિસ્તરણ પાછળ અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો અપાવવા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન તેમજ પંચાયત વિભાગ દ્વારા 16 આંતરિક માર્ગોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આશરે 13 કિલોમીટરના રસ્તાઓના વિકાસ માટે 17 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે રસ્તાઓના નવીનીકરણ અને વિસ્તરણ પાછળ અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સાપુતારા અને નવાગામના આંતરિક રસ્તાઓ પહોળા કરવામાં આવશે. રસ્તાઓ પહોળા થવાથી સ્થાનિક ગ્રામજનોની સાથે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ વધુ સારી પરિવહન સુવિધા મળશે. સાથે જ ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળવાની આશા છે
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
