News of Sunday, 26th July 2026
કેનેડામાં ગોઝારા કાર અકસ્માતમાં અમદાવાદના ૨૨ વર્ષીય યુવાન કોમ્પ્યુટર એન્જિનિયરનું કરુણ મોત: આગામી ૨ ઓગસ્ટે સ્વદેશ આવશે પાર્થિવ દેહ
સાસ્કાચેવાન હાઈવે પર ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં ધૂત ચાલકે રોંગ સાઈડમાં લાવીને મારી જોરદાર ટક્કર, રીજીના શહેરમાં રહેતા તેજસ્વી યુવાનના અચાનક નિધનથી સ્થાનિક ગુજરાતી સમાજમાં વ્યાપી ગયો ભારે શોક

અમદાવાદ, : કેનેડાના સાસ્કાચેવાન હાઈવે નંબર-૧૧ પર ગત ૧૮ જુલાઈની રાત્રે પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલી એક બેકાબૂ કારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરતા ૨૨ વર્ષીય ભીષ્મ આશિષભાઈ રાજ્યગુરૂની કારને જોરદાર ટક્કર મારતા સ્થળ પર જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
કેનેડિયન મીડિયા અને સ્થાનિક અહેવાલો અનુસાર, આ ગંભીર અકસ્માત સર્જનાર કાર રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સ ચલાવી રહ્યો હતો, જે ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
ભીષ્મ પોતાની નોકરી પૂર્ણ કરીને રાત્રે આશરે ૯ વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી, જેમાં ટક્કર એટલી ભયાનક હતી કે તેમની કાર ઉછળીને બાજુના મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી અને ઇન્ટરનેશનલ બ્લિડિંગ તથા ગંભીર આંતરિક ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
ઘટનાની જાણ થતા જ કેનેડામાં વસતા ગુજરાતી સમાજના આગેવાનો અને મિત્રો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે રીજીનાના સ્થાનિક મેયર અને રફ રાઇડર્સની મેચ દરમિયાન સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર પણ યુવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મિત્ર રુદ્રેશ પંચાલના જણાવ્યા અનુસાર, ભીષ્મ કેનેડામાં ગુજરાતી સમાજની સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા ઉપરાંત નિઃશુલ્ક ગરબા કાર્યક્રમોનું આયોજન કરતા હતા, અને તેમના આકસ્મિક અવસાનથી પરિવારમાં ભારે આઘાત ફેલાયો છે.
આ આગામી ૨ ઓગસ્ટે સ્વર્ગસ્થ ભીષ્મનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં યશકુંજ સોસાયટી ખાતે પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા તેમના અંતિમ દર્શન કરી ભીની આંખોએ અંતિમ વિદાય આપવામાં આવશે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
