<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

પૂજ્‍ય જલારામ બાપાએ સ્‍વ હસ્‍તે લખેલ પત્રનો અનુવાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ાા ૐ ચતુર્ભુજ શ્રી ગજીન્‍દ્ર સમરત છે સ્‍વસ્‍ત શ્રી અમરેલી શુભ સ્‍થાને સર્વે ઉપમા લાયક ભાઈશ્રી પાંચ કાળા વસરામ ના પરિવાર ની ચરણજીવી હોજો.

એતાન શ્રી વીરપુરથી લી. ભગત જલારામ ના રામ રામ વાંચજો.

બીજું લખવા કારણ એ છે જો તમારો કાગળ ૧ ઠા. પીતાંબર જેઠા સાથે આવતા પોતો છે. ઠા. પીતાંબરે બધી વાત કરી છે. તમે સરવ મૂંઝાવ છો તે મૂંઝવવા દેવા નહિ. તમારે શ્રી ઠાકોરજી નો ભરોસો સત દાનત ૧ રાખવી. શ્રી ઠાકોરજી સરવ વાતની સંભાળ રાખશે. ભાઈ વસરામ રાજ થાશે એમ કરજો. તમારા ઠાકોરજી તમ ભેળા છે તેને રાખવા ને એ ઠાકોરજી સરવ વાતે રૂડું કરશે. જેઓ સમરત એ ઠાકોરજી તમારી પાછળ છે તે જાણજો.

સંવત ૧૯૩૪ના પોષ વદી ૫ વાર શની. ઠા. પીતાંબરમાં બાકી અસત કરમ નથી. ૬ :ભગત પોતાના છે.

આ પત્ર પૂજ્‍ય બાપાએ અમરેલીના પોતાના સેવક કાળા વસરામ ઉપર લખેલો છે.

વાત કંઈ મૂંઝવણ ની લાગી હશે એટલે કાળા વસરામે પૂજ્‍ય બાપા ઉપર કાગળ લખી ઠા. પીતાંબર જેઠા સાથે તે કાગળ વીરપુર મોકલેલ અને તે કાગળનો જવાબ પૂજ્‍ય જલારામ બાપાએ લખેલ છે.

આ કાગળમાં નજરે પડે છે. ખાસ શબ્‍દો ‘ઠાકોરજી'...! ઠાકોરજી સરવ વાત રૂડી કરશે... ‘ઠાકોરજી સંભાળ રાખશે'... ‘ઠાકોરજી સમર્થ છે.'

આ કાગળમાં કયાંય ‘હું' કે ‘મારો' શબ્‍દ બાપાએ લખ્‍યા નથી. અને આજે......!! જય જલારામ.

(11:44 AM IST)