<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

કાલથી મુંબઈ-અમદાવાદ રૂટ પર બે દિવસીય રેલવે બ્લોક: વંદે ભારત, તેજસ સહિત 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

પ્રી-નૉન-ઇન્ટરલોકિંગ અને નૉન-ઇન્ટરલોકિંગ બ્લોકને કારણે મુંબઈ-અમદાવાદ રૂટની ઘણી પ્રીમિયમ ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર: જાણો કઈ ટ્રેનના સમયમાં થયો ફેરફાર

અમદાવાદ :પશ્ચિમ રેલવેના મુંબઈ સેક્શનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિરારથી દહાનુ રોડ વચ્ચે ચાલી રહેલી ચોથી લાઇનના પ્રોજેક્ટ અંતર્ગત કેલવે રોડ સ્ટેશન પર આધુનિક ટેકનોલોજીના અમલીકરણ માટે રેલવે પ્રશાસન દ્વારા એક વિશેષ બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. 14 અને 15 જુલાઈના રોજ લેવાનારા આ પ્રી-નૉન-ઇન્ટરલોકિંગ અને નૉન-ઇન્ટરલોકિંગ બ્લોકને કારણે મુંબઈ-અમદાવાદ રૂટની ઘણી પ્રીમિયમ ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, કેલવે રોડ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ કાર્યરત કરવા અને ટ્રેનોની સુરક્ષા વધારતી ભારતની સ્વદેશી કવચ (Kavach) પ્રણાલીના કમિશનિંગની કામગીરી સુગમ બનાવવા માટે આ મેગા બ્લોક અનિવાર્ય બન્યો છે. આ ટેકનિકલ અપગ્રેડેશનના કારણે બે દિવસ સુધી ટ્રેન સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થશે અને કેટલીક ટ્રેનોને નિયત સમય કરતાં રોકીને (રેગ્યુલેટ કરીને) ચલાવવામાં આવશે.

14 જુલાઈના રોજ પોતાના નિયત સ્ટેશનેથી ઉપડનારી નીચે મુજબની ટ્રેનો મોડી દોડશે-

  • મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (22961): આ ટ્રેન પોતાના સમય કરતાં 25 મિનિટ મોડી ચાલશે.
  • મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ તેજસ એક્સપ્રેસ (82901): આ ટ્રેનના સમયમાં પણ 25 મિનિટનો વિલંબ થશે.
  • ભુજ–બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ (22956): આ ટ્રેનના મુસાફરોને સૌથી વધુ અસર થશે, ટ્રેન 1 કલાક અને 50 મિનિટ રેગ્યુલેટ કરાશે.
  • જોધપુર–બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ (12479): આ ટ્રેન દોઢ કલાક મોડી દોડશે.
  • શ્રીગંગાનગર–દાદર એક્સપ્રેસ (12489): આ ટ્રેનની ગતિને 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

15 જુલાઈના રોજ યાત્રા શરૂ કરનારી નીચેની ટ્રેનોના સંચાલન સમયમાં ફેરફાર જોવા મળશે -

  • અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (22962): આ ટ્રેન 1 કલાક મોડી ચાલશે.
  • અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ (12934): આ ટ્રેન 40 મિનિટ મોડી દોડશે.
  • અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (12932): આ ટ્રેનને 30 મિનિટ માટે રોકી રાખવામાં આવશે.
  • અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ (82902): આ પ્રીમિયમ ટ્રેન 25 મિનિટ મોડી દોડશે.
  • દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015): આ ટ્રેનની મુસાફરીમાં પણ 30 મિનિટનો વિલંબ થશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બે દિવસ દરમિયાન પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલા ટ્રેનનું લાઈવ સ્ટેટસ અને નવું ટાઈમ ટેબલ ચોક્કસ તપાસી લે, જેથી સ્ટેશન પર બિનજરૂરી સમય ન બગડે.

(9:38 PM IST)