તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 24th June 2026
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ખાતામાં કામ કરતા બે કર્મચારીઓને વીજકરંટ લાગ્યા
કરંટ લાગતા બંને કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: હાલ બંનેની સ્થિતિ ગંભીર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ખાતામાં કામ દરમિયાન બે કર્મચારીઓને વીજકરંટ લાગ્યાની ગંભીર ઘટના સામે આવી છે. કરંટ લાગતા બંને કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં DGVCLની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને કરંટ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
