News of Monday, 11th May 2026
પીછીપુરામાં ગામમાં આગથી બે ઘર ખાખ: AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પીડિતોની મુલાકાત લઈ 20,000ની સહાય આપી
AAP નેતા નિરંજન વસાવાએ આગ પીડિત પરિવારોને આપી રોકડ અને ઘરવખરીની સહાય: પીડિતોને સરકારી સહાય મળે એ માટે તંત્રને કરીશું રજૂઆત: નિરંજન વસાવા AAP

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક આગની ઘટના બની હતી. ત્યાં AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સ્થળ મુલાકાત લીધી. જેમાં બે ઘર આકસ્મિત કારણોથી સળગી ગયા હતા. તો જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારોએ પીડિત પરિવારની મુલાકાત લઈ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સાથે ચર્ચાઓ કરી અને 20,000 રૂપિયાની સહાય ચૂકવી હતી તથા ઘરવખરી તથા જીવનજરૂરી સામાન પણ આપ્યો હતો.
આ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક કારણોસર બે ઘરો સળગી ગયા હતા. આ ઘટનાની જાણ થતા અમે સમગ્ર ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, અમે સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરી અને મામલતદારને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. આ પરિવારોને જે નુકસાન થયું છે એ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને પણ વહેલામાં વહેલી રજૂઆત કરીશું અને સરકાર તરફથી જે પણ લાભ મળવાપાત્ર છે તે મુદ્દે પણ માંગ કરીશું. હાલ અમે રોકડ રકમની સહાય કરી છે અને ઘરવખરીની પણ સહાય કરી છે. તો હવે વહીવટી તંત્ર વહેલામાં વહેલી તકે મળવાપાત્ર સહાયની મદદ કરે, એ મુદ્દે અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ રજૂઆત કરીશું.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
