<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

સુરતના કામરેજની આત્મીય વિલા સોસાયટીમાં દીવાલ અને મુખ્ય રસ્તો ધરાશાયી થતા બે કાર, ટેમ્પો અને અન્ય વાહનો ખાડીના પ્રવાહમાં તણાયા

આત્મીય વિલા સોસાયટીમાં ભારે વરસાદને કારણે મોટી તારાજી:સોસાયટીની દીવાલ અને મુખ્ય રસ્તો ધરાશાયી: તંત્રની ગેરહાજરીથી નિરાશ રહીશોએ પોતાની સુરક્ષા માટે જાતે જ રસ્તાઓ બંધ કરી દીધા

સુરતના કામરેજ વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને કામરેજની આત્મીય વિલા સોસાયટીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ભારે વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે સોસાયટીની બાઉન્ડ્રી વોલ (દીવાલ) અને મુખ્ય રસ્તો તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 પાણીનો પ્રવાહ એટલો વેગવાન હતો કે સોસાયટીના પાર્કિંગમાં રહેલા વાહનો જાણે રમકડાની જેમ તણાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં બે કાર, એક ટેમ્પો અને અનેક મોપેડ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને નજીકની ખાડીમાં ગરકાવ થઈ ગયા હતા. સદભાગ્યે, સોસાયટીના રહીશોએ સમયસૂચકતા દાખવીને જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો.

 સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીનો અભાવ અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ન હોવાને કારણે આ નુકસાન વેઠવું પડ્યું છે. આકસ્મિક પરિસ્થિતિ વખતે તંત્રના અધિકારીઓ કે રાહત ટીમો ગાયબ હોવાથી સ્થાનિક લોકોએ જાતે જ મોરચો સંભાળીને સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કરી દીધો છે

(12:39 AM IST)