News of Sunday, 11th October 2026
મહીસાગરમાં ચકચાર જગાવનાર નળ સે જળ કૌભાંડમાં વધુ બે કૌભાંડી કોન્ટ્રાકટરની ધરપકડ
રૂપિયા 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. આની સાથે નળ સે જળ કૌભાંડમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓનો આંક 69 પર પહોંચ્યો .

મહીસાગરમાં ચકચાર જગાવનાર નળ સે જળ કૌભાંડમાં વધુ બે કૌભાંડી કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરાઈ છે, આની સાથે નળ સે જળ કૌભાંડમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓનો આંક 69 પર પહોંચ્યો છે, કૌભાંડી કોન્ટ્રાકટર પર્વતભાઇ નર્વતભાઈ માલીવાડે ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામે ગેરરીતિ આચરી હતી કૌભાંડી કોન્ટ્રાકટર પર્વતભાઇ નર્વતભાઈ માલીવાડ પાસે સરકારને કુલ 42,92,255.46 રૂપિયાની રિકવરી બાકી છે જયારે કૌભાંડી કોન્ટ્રાકટર જયંતિભાઈ ધનાભાઇ પટેલીયાએ કડાણા તાલુકાના ઘાસવાડા ગામમાં ગેરરીતિ આચરી હતી, કૌભાંડી કોન્ટ્રાકટર જયંતિભાઈ ધનાભાઇ પટેલીયા પાસે સરકારને 62,653.21 રૂપિયાની રિકવરી બાકી છે . તત્કાલીન વાસ્મો અધિકારીઓએ, કોન્ટ્રાક્ટરોએ અને સરપંચોએ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પાણી પર ફેરવ્યું હતું
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
