<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગીતા નગરમાં અંગત અદાવતને કારણે બે રાઉન્ડ ફાયરિંગ : ભયનો માહોલ

અવધેશ નામના એક શખ્સે જૂની અદાવતનો ખાર રાખીને રજનીકાંત નામના યુવક પર જાહેરમાં ગોળીબાર કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગીતા નગરમાં અંગત અદાવતને કારણે બે રાઉન્ડ ફાયરિંગ થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. 

 મળતી માહિતી મુજબ, અવધેશ નામના એક શખ્સે જૂની અદાવતનો ખાર રાખીને રજનીકાંત નામના યુવક પર જાહેરમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરા-તફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:25 PM IST)