News of Saturday, 30th May 2026
આઈપીએલના ફાઇનલ મેચને પગલે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે સ્પેશિયલ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય
-- :મુંબઈ અને ગુજરાતના ક્રિકેટ ચાહકોને મેચ જોવા માટે આવા-જવામાં મોટી રાહત મળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી આઈપીએલ (IPL) મહાફાઈનલ મેચને પગલે ક્રિકેટ રસિકોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે સ્પેશિયલ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિશેષ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂનના રોજ ખાસ ભાડા સાથે કરવામાં આવશે. આ સંપૂર્ણ એરકન્ડિશન્ડ ટ્રેનોના કારણે મુંબઈ અને ગુજરાતના ક્રિકેટ ચાહકોને મેચ જોવા માટે આવા-જવામાં મોટી રાહત મળશે.
મેચ દરમિયાન મુસાફરોનો ધસારો અને ભારે માંગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂન, 2026 ના દિવસો દરમિયાન કરવામાં આવશે. જેથી જે ચાહકો પાસે ફાઈનલ મેચની ટિકિટ છે તેઓ સરળતાથી સમયસર સ્ટેડિયમ પહોંચી શકે અને મેચ પૂર્ણ થયા બાદ પરત ફરી શકે.
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ બંને ટ્રેનોનું સંચાલન વિશેષ ભાડા સાથે કરવામાં આવશે. આ ટ્રેનો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ (AC) અને સુપરફાસ્ટ કેટેગરીની રહેશે, જેથી મુસાફરો ગરમીની સિઝનમાં પણ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
