News of Monday, 13th July 2026
લુણાવાડામાં શહેરી વિસ્તારની ચોકી નજીકથી ગાયો ભરેલી બે ટ્રકો ઝડપાતાં ચકચાર
પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકોની તલાશી લેતા મોટી સંખ્યામાં ગાયો મળી: ગાયોને કતલખાને લઈ જવાતી હતી કે પશુપાલન માટે પરિવહન કરાતી હતી ? પોલીસ તપાસ શરૂ

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં શહેરી વિસ્તારની ચોકી નજીકથી ગાયો ભરેલી બે ટ્રકો ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોને ટ્રકો અંગે શંકા જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકોની તલાશી લેતા મોટી સંખ્યામાં ગાયો મળી આવી હતી. ગાયોને કતલખાને લઈ જવાતી હતી કે પશુપાલન માટે પરિવહન કરવામાં આવી રહી હતી તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ બંને ટ્રકોને લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી સાથે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
