News of Tuesday, 26th May 2026
ઉમિયા માતાજી સંસ્થાનઃ શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ

અમદાવાદઃ ઉમિયા માતાજી સંસ્થાન, સોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધા માટે ભવ્ય ઉમિયા માતાજી મંદિર, આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટના નિર્માણ અને વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રમુખ બાબુભાઈ જે પટેલ ( બી જે પી), ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાલા, સંસ્થાના મંત્રી જંયતિભાઈ પટેલ, સહમંત્રી મુકેશભાઈ બડુ, ટ્રસ્ટી સી.કે.પટેલ સોલા કેમ્પસના ચેરમેન પી.સી.પટેલ વાઇસ ચેરમેન -વિણ પટેલ (ઘાટલોડિયા), કો ઓડિનેટર સુરેશ પટેલ, ખજાનચી હસમુખ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ, બાંધકામ કમિટિના ચેરમેન આઈ.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
બાબુભાઈ જે. પટેલે જણાવ્યુ હતુ કે સોલા કેમ્પસ ખાતે આકાર લઈ રહેલું ઉમિયા માતાજીનું મંદિર સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો બનશે. આ ભવ્ય મંદિર સંપૂર્ણપણે નાગરશૈલી પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે મંદિરના બાંધકામમાં કોઈપણ જાતના લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેના બદલે અંદાજે ૨ લાખ ઘનફુટ બંસીપહાડપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરની લંબાઇ અંદાજે ૨૫૫ ફૂટ, પહોળાઈ ૧૬૦ ફૂટ અને ઉંચાઈ ૧૩૨ ફૂટ રહેશે. જ્યારે મંદિરમાં કુલ ૯૨ આકર્ષક સ્તંભ હશે અને ગર્ભગળહ એટલું વિશાળ હશે કે જ્યાં એક સાથે ૫૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. વડીલો અને દિવ્યાંગોની સુવિધાના ભાગરૂપે મંદિરમાં ૨ લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉમિયા માતા સંસ્થાના ટ્રસ્ટી સી.કે પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ૨ બેઝમેન્ટ +ગ્રાઉન્ડ ફ્લોર +૧૩ માળ ધરાવતી આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણતાના આરે છે. જેનું કુલ બાંધકામ ૪,૩૩,૯૧૪ ચોરસ ફૂટ (બોઇઝ હોસ્ટેલઃ ૨,૧૬,૮૦૭ ચો. ફૂટ અને ગર્લ્સ હોસ્ટેલઃ૨,૧૯,૮૦૭ ચો. ફૂટ). જ્યારે કુલ ૪૦૦ રૂમ (ગર્લ્સઃ૨૦૮, બોઇઝઃ૧૯૨) માં ૧૬૦૦ વિદ્યાર્થીઓ (૯૩૨ ગર્લ્સ અને ૭૬૮ બોઇઝ) રહી શકશે. આ સિવાય ડાઇનિંગ અને કીચનઃ૧૬૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા ૨ આધુનિક રસોડા અને અલગ-અલગ ડાઇનિંગ હોલની વ્યવસ્થા આ હોસ્ટેલમાં કરવામાં આવી છે. શૈક્ષણિક અને શારીરિક વિકાસના હેતુથી વિદ્યાર્થીઓ માટે ૩ કોમન ઇ-લાઇબ્રેરી (૨ ગર્લ્સ અને ૧ બોઇઝ માટે) તેમજ ૨ આધુનિક જીમ (અલગ-અલગ એરિયા) બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત યુપીએસસી અને જીપીએસસીની તૈયારી માટે ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ કાર્યરત રહેશે. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
