તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 17th May 2026
લીમખેડાની ધાનપુર ચોકડી પાસે કારમાંથી કરોડોની બિન હિસાબી રોકડ ઝડપાઈ
રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કારમાંથી ₹2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી: કારમાંથી મળ્યા શંકાસ્પદ ત્રણ પાર્સલ: પંચોની હાજરીમાં કરાઈ ગણતરી.

લીમખેડાની ધાનપુર ચોકડી પાસે કારમાંથી કરોડોની બિન હિસાબી રોકડ ઝડપાઈ છે,. રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કારમાંથી ₹2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી હતી . પોલીસ તપાસમાં કારમાંથી ત્રણ શંકાસ્પદ ત્પાર્સલ મળ્યા હતા .જેની પંચોની હાજરીમાં ગણતરી કરાઈ હતી .પાર્સલ માંથી કુલ ₹ 2,56,80,500ની ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો
દાહોદની આંગડિયા પેઢીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામા કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા રજૂ કરી શક્યા ના હતા . દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત આપી હતી . લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ BNSSની કલમ હેઠળ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી. પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણ કરી છે .
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
